Get The App

દિલ્હીમાં ડ્રગ્સનો 'દરિયો': બે હજાર કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું, GPSના કારણે થયો ભાંડાફોડ

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં ડ્રગ્સનો 'દરિયો': બે હજાર કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું, GPSના કારણે થયો ભાંડાફોડ 1 - image


Cocaine worth 2000 crores seized from Delhi : દિલ્હીના રમેશ નગરમાંથી પોલીસે 2000 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું છે. મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સ લાવનાર વ્યક્તિ લંડન ભાગી ગયો છે. જપ્ત કરાયેલા કોકેઈનનું વજન લગભગ 200 કિલો હોવાનું કહેવાય છે. અને જે કારમાં કોકેઈન લાવવામાં આવ્યું હતું, તેમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવેલી હતી. 

પોલીસ GPS લોકેશન ટ્રેક કરીને અહીં સુધી પહોંચી હતીં. આ કોકેઈન પણ એ જ સિન્ડિકેટનું છે, જે 5600 કરોડ રૂપિયાના કોકેઈન સાથે ઝડપાયું હતું. અત્યાર સુધીમાં કુલ 762 કિલો કોકેઈન ઝડપાયું છે. દેશમાં કોકેઈનની આ સૌથી મોટી રિકવરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પહેલા પંજાબમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો. 5600 કરોડ રૂપિયાના ડ્રગ્સ સિન્ડિકેટ કેસમાં પંજાબમાંથી લગભગ 10 કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું હતું. સિન્ડિકેટનો ટાર્ગેટ દુબઈ અને UKમાંથી મોટા કન્સાઈનમેન્ટ સપ્લાય કરવાનો હતો.

આ પહેલા દિલ્હીમાંથી 2 ઓક્ટોબરના રોજ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ 500 કિલોથી વધુ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કાર્યવાહી કરીને અંજામ આપ્યો છે. 


Google NewsGoogle News