Get The App

દિલ્હી પોલીસે ઝડપ્યું 2000 કરોડની કિંમતનું 500 કિલો કોકેઇન, 4 લોકોની ધરપકડ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
દિલ્હી પોલીસે ઝડપ્યું 2000 કરોડની કિંમતનું 500 કિલો કોકેઇન, 4 લોકોની ધરપકડ 1 - image


500 Kg Drugs Seized : દિલ્હી પોલીસે ડ્રગ્સના એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલએ લગભગ 565  કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું છે. આ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી છે કે આ ડ્રગ્સ રાજધાનીમાં કોના માટે લાવ્યા હતા, તેની ડિલીવરી કોને કરવાની હતી, આ ગેંગ સાથે કોણ કોણ લોકો જોડાયેલા છે. પોલીસ આ પ્રશ્નોના જવાબ શોધી રહી છે. પોલીસના અનુસાર ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેક્શન હોઇ શકે છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો હતો. 

આ પણ વાંચો: નવરાત્રિમાં 12 વાગ્યા સુધી જ માઇકની પરવાનગી, પોલીસની ગાઇડલાઇનથી ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું!

પહેલાં પણ એક મોટા ડ્રગ્સ કાર્ટેલનો કર્યો હતો ભંડાફોડ

તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલાં પણ દિલ્હી પોલીસે એક ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. પોતાની આ કાર્યવાહી દરમિયાન દિલ્હી પોલીસે 288 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 1.14 કરોડ રૂપિયા છે. પોલીસે આ કાર્ટેલના બે સભ્યોની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીઓ એક મુખ્ય સપ્લાયર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી આંધ્રપ્રદેશ અને ઓડીશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને એનસીઆરમાં સપ્લાય કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કવરચ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દિલ્હી એનસીઆરમાં ડ્રગ્સ સપ્લાય વિરૂદ્ધ લડવાનો છે. 


Google NewsGoogle News