ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરવી ભારે પડી, TMC સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરવી ભારે પડી, TMC સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો 1 - image


Image Source: Twitter

-  અભિષેકે પોતાની ફરિયાદમાં ઉપરાષ્ટ્રપતિના અપમાનનો દાવો કરીને TMC સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી 

નવી દિલ્હી, તા. 20 ડિસેમ્બર 2023, બુધવાર

Jagdeep Dhankhar Mimicry Case Lodged: વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સંસદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરનારા TMC સાંસદ કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે. તેમની વિકુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધી લીધો છે. 

ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસે સ્વીકાર કરી છે. આ ફરિયાદના આધાર પર તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. અભિષેકે પોતાની ફરિયાદમાં ઉપરાષ્ટ્રપતિના અપમાનનો દાવો કરીને TMC સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, ગઈ કાલે સાંજે ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ આપી હતી. અમે આ કેસને નવી દિલ્હી જિલ્લા પોલીસને આપી દીધો છે.

વકીલે FIR નોંધવાની કરી માંગ

વકીલે ફરિયાદમાં કહ્યું કે, વીડિયો ભારતના ઉપરાષ્ટ્રપતિનું અપમાન અને બદનામ કરવાના હેતુથી બનાવવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે, હું એક ખેડૂત પરિવારમાંથી આવુ છું અને ઓબીસી ક્વોટા સાથે સબંધ ધરાવુ છું. આ સાથે જ એક વકીલ છું. વકીલે માંગ કરી કે, TMC સાંસદ અને વીડિયોમાં નજર આવી રહેલા તમામ લોકો વિરુદ્ધ IPCની કલમ અને આઈટી એક્ટ હેઠળ FIR નોંધવામાં આવે.



Google NewsGoogle News