Get The App

દિલ્હીમાં મતદાન પહેલા AAP અને BJP વચ્ચે વિવાદ, CM આતિશી અને ભાજપના નેતાના પુત્ર સામે FIR

Updated: Feb 4th, 2025


Google News
Google News
દિલ્હીમાં મતદાન પહેલા AAP અને BJP વચ્ચે વિવાદ, CM આતિશી અને ભાજપના નેતાના પુત્ર સામે FIR 1 - image


Delhi Assembly Election 2025: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. પરંતુ નેતાઓ અને કાર્યકરો ઘરે બેસવા તૈયાર નથી. આખી રાત દિલ્હીમાં ઘણી જગ્યાએ ધમાલ મચી હતી. મુખ્યમંત્રી આતિશીના બેઠક કાલકાજીમાં સૌથી વધુ હંગામો થયો હતો. પોલીસે ગોવિંદપુરી સ્ટેશન પર  મુખ્યમંત્રી આતિશી, તેના સમર્થકો અને રમેશ બિધુરીના પુત્ર વિરુદ્ધ FIR નોંધી છે. આ બધા સામે આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો છે.

સીએમ આતિશીએ ભાજપના ઉમેદવાર પર લગાવ્યા આરોપ

મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' મોડી રાત્રે પોસ્ટ કરીને લગાવ્યો કે, 'ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીના પુત્ર મશીન બિધુરી અને તેમના પરિવારના ઘણાં સભ્યો ઝૂંપડપટ્ટીમાં ફરતા હતા અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.' તેમણે ચૂંટણી પંચ પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, ડીસીપી સાઉથ ઈસ્ટે આ માહિતી આપી હતી કે મનીષ બિધુરી વિરુદ્ધ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: કેન્દ્રીય બજેટમાં ગુજરાતને રેલવે માટે 17,155 કરોડ, 50 નમો ભારત, 100 અમૃત ભારત અને 200 વંદે ભારત ટ્રેન શરૂ કરાશે


દિલ્હીના મુખ્યમંત્રી સામે પણ કેસ નોંધાયો

દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર (આતિષી) પણ 50-70 લોકો અને 10 વાહનો સાથે આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. ચોથી ફેબ્રુઆરીએ રાત્રે કાલકાજી બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર 50-70 લોકો અને વાહનો સાથે ફતેહ સિંહ માર્ગ પર હતા. આચારસંહિતાના કારણે પોલીસે તેમને ત્યાંથી જવા કહ્યું. ફ્લાઈંગ સ્ક્વોડ ટીમની ફરિયાદ પર, ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં BNS અને RP એક્ટ 126 ની કલમ 223 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

દિલ્હીમાં મતદાન પહેલા AAP અને BJP વચ્ચે વિવાદ, CM આતિશી અને ભાજપના નેતાના પુત્ર સામે FIR 2 - image

Tags :
Delhi-CM-AtishiDelhi-Assembly-Election-2025delhi-police

Google News
Google News