જબરો શાતિર ચોર: 200 વખત ફ્લાઇટમાં ગયો, કરી કરોડોના ઘરેણાંની ચોરી

Updated: May 14th, 2024


Google NewsGoogle News
જબરો શાતિર ચોર: 200 વખત ફ્લાઇટમાં ગયો, કરી કરોડોના ઘરેણાંની ચોરી 1 - image


VIP Thief : દિલ્લી પોલીસે એક હાઈફાઈ ચોરની ધરપકડ કરી છે. જે ચોરી કરવા માટે વિમાનમાં મુસાફરી કરતા હતો. આ ચારે એક વર્ષમાં 200 કરતાં વધુ હવાઈ મુસાફરી કરી ચૂક્યો છે. તેણે વૃદ્ધોને ટાર્ગેટ કરીને સોના-ચાંદીની ઘરેણાં ચોરતો હતો. નવાઈની વાત એ છે કે, આ VIP ચોર પાસે દિલ્લીના પહાડગંજમાં પોતાનું એક ગેસ્ટ હાઉસ પણ છે.

પહેલા રેલવે અને પછી પ્લેનમાં ચોરી શરૂ કરી

દિલ્હી પોલીસ દ્વારા પકડી પાડેલ ચોરનું નામ રાજેશ કપૂરે છે. તેણે ચોરી કરવા માટે ગયા વર્ષે 110 દિવસમાં 200 પ્લેનમાં મુસાફરી કરી હતી. ચોરે સ્વીકાર્યું કે તે આ અગાઉ ટ્રેનમાંથી સોના-ચાંદીના આભૂષણો ચોરી કરતો હતો. પરંતુ હવે પ્લેનમાં ચોરી કરે છે. ચોરી કરવા માટે પોતાની જાતને ઉપગ્રેડ કરી અને પછી પ્લેનમાં ચોરી કરવાનું શરૂ કર્યું. આઈજીઆઈ એરપોર્ટના ડીસીપી ઉષા રંગરાનીએ જણાવ્યા અનુસાર, હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં ક્યારેય ચોરીની ફરિયાદ નોંધાઈ નથી.

હૈદરાબાદમાં રહેતી સુધારાની પથુરીએ ફરિયાદમાં જણાવ્યું કે, તેણે હૈદરાબાદથી આઈજીઆઈ એરપોર્ટ સુધી એર ઈન્ડિયાના પ્લેનમાં મુસાફરી કરી હતી. કારણકે તેને નવી દિલ્હીથી યુએસએની ફ્લાઇટ પકડવાની હતી. આ સફર દરમિયાન તેની પાસે રહેલી એક હેન્ડબેગ જેમાં 7 લાખ રૂપિયાના સોનાના આભૂષણની ચોરી થઈ હતી. બીજી તરફ અમેરિકામાં રહેતા વિરેન્દરજીત સિંહે જણાવ્યુ કે, 22 ફેબ્રુઆરી 2024 અમૃતસરથી આઈજીઆઈ એરપોર્ટ સુધી મુસાફરી કરી હતી. આ યાત્રા દરમિયાન તેના બેગમાં રહેલા 20 લાખના આભૂષણોની ચોરી થઈ ગઈ હતી. 

કેવી રીતે ચોરને પકડ્યો?

કેસની તપાસ માટે એર ઈન્ડિયાના અધિકારીની મદદથી આઈજીઆઈ એરપોર્ટ, અમૃતસર એરપોર્ટ અને હૈદરાબાદ એરપોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ઘણા બધા સીસીટીવી વીડિયો ફૂટેજની તપાસ કર્યા બાદ એક શંકાસ્પદ વ્યક્તિ બે ફ્લાઇટમાં ચડ્યો હતો અને બંને ફ્લાઇટમાં ચોરી થઈ હતી.     

શંકાસ્પદ મુસાફરનો સંપર્ક તથા અન્ય માહિતી મેળવવા માટે એરપોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે ચોર બહુ ચતુર હતો એટલે તેણે બુકિંગ સમયે ખોટો નંબર નાખ્યો હતો અને આ નંબર બીજા કોઈના નામ પર શરૂ હતું. તપાસ બાદ તેનો અસલી નંબર મળી આવ્યો અને જાણવા મળ્યું કે શંકાસ્પદ વ્યક્તિ પહાડગંજ વિસ્તારમાં રહે છે. શંકાસ્પદ વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મેળવવામાં આવી હતી. તે પહાડગંજની આસપાસના વિસ્તારોમાં લોકોને બતાવવામાં આવી હતી. આરોપી પહાડગંજમાં રિકી ડીલક્સ નામના ગેસ્ટ હાઉસના ઉપરના માળે રહેતો હતો. તે આ ગેસ્ટહાઉસનો માલિક હોવાનું પણ બહાર આવ્યું હતું. અંતે આરોપીને પકડી પડ્યો હતો. આરોપીની ઓળખ 40 વર્ષીય રાજેશ કપૂર તરીકે થઈ હતી.

વૃદ્ધ મહિલા મુસાફરોને ટાર્ગેટ બનાવતો

આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતાના ગુના કબૂલી લીધા હતા. તેણે ખુલાસો કર્યો હતો કે તે ફ્લાઈટમાં હેન્ડબેગ લઈને જતી વૃદ્ધ મહિલા મુસાફરોને નિશાન બનાવતો હતો. તે અન્ય લોકો પાસે સોનાના આભૂષણો પહેરેલા હોય તો એરલાઈન્સ દ્વારા તેની સીટ પણ બદલી નાખે અને તેની બાજુમાં બેસવા જતો રહે છે.     

પહાડગંજમાં તેના ઘરમાંથી મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આરોપીઓ પાસેથી મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના ઉપરાંત 660 નાના હીરા જપ્ત કરવામાં આવ્યા છે. જો કે, તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે, તેણે અનેક પ્રસંગોએ ચોરી કરેલા દાગીના શરદ જૈન નામના જ્વેલર્સને વેચ્યા હતા. આરોપીઓએ જણાવ્યું કે, મોટાભાગની રકમ જુગાર રમવામાં જતી રહી છે. આરોપી અગાઉ 11 ચોરીના કેસમાં સંડોવાયેલો હતો, જેમાંથી 5 કેસ IGI એરપોર્ટના છે. દિલ્હી પોલીસે શરદ જૈનની ધરપકડ કરી છે.

આરોપી રાજેશ કપૂરે દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, ચંદીગઢ, બેંગ્લોર, બોમ્બે અને અમૃતસર જેવા એરપોર્ટ પરથી ઉપડતી ઘણી એરલાઈન્સમાં મહિલા મુસાફરોની બેગમાંથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પોતાની ઓળખ છુપાવવા માટે રાજેશ કપૂરે ઘણી વખત પ્લાનિંગના ભાગરૂપે તેના મૃતભાઈ ઋષિ કપૂરના નામે ટિકિટ બુક કરાવી હતી.


Google NewsGoogle News