Get The App

9 રાજ્યોના 540 ઠગની ધરપકડ, 254 વાહનો જપ્ત, દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને ફસાવનાર સામે આકરી કાર્યવાહી

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
9 રાજ્યોના 540 ઠગની ધરપકડ, 254 વાહનો જપ્ત, દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને ફસાવનાર સામે આકરી કાર્યવાહી 1 - image


Delhi Indira Gandhi International Airport : દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પરથી મુસાફરોને ફસાવનારા 540 ઠગની ધરપકડ કરી છે. આ બદમાશો મુસાફરોને ગેરમાર્ગે દોરી સસ્તી ટેક્સી, રહેવાની જગ્યા અથવા શોપિંગની ઓફર આપી છેતરતા હતા. મળતા અહેવાલો મુજપ વર્ષ 2023માં આવા 264 બદમાશોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા બમણી થઈ ગઈ છે.

દિલ્હી પોલીસે 254 વાહનો જપ્ત કર્યા

નાયબ પોલીસ કમિશનર ઉષા રંગનાનીએ કહ્યું કે, ‘આ બદમાશો મુસાફરોને ગેરકાયદે સેવાઓ તરફ લઈ જવા માટે મજબૂત કરતા હતા. બદમાશો આવા કાંડ કરી એરપોર્ટની અને દેશની છબીને નુકસાન પહોંચાડતા હતા. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષાને પણ જોખમમાં મુકતા હતા. પોલીસે 540 ઠગની ધરપકડ કરવાની સાથે 254 વાહનો પણ જપ્ત કર્યા છે. જ્યારે 2023માં 96 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ભારતમાં મહિલાઓ કરતાં પુરુષોની સ્થિતિ ચિંતાજનક, એક વર્ષમાં 1.22 લાખ આત્મહત્યા

540 બદમાશોમાંથી 373 દિલ્હીના, બાકીના અન્ય 8 રાજ્યોના

મુસાફરોને છેતરવાની ઘટનામાં 540 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી 373 બદમાશો દિલ્હીના રહેવાસી છે, જ્યારે અન્ય આરોપીઓ ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને સિક્કિમના છે. આરોપીએ સપ્ટેમ્બર-2024માં એક વિદેશી યાત્રી સાથે 98,700 રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેણે મુસાફરને દિલ્હીમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હોવાની ખોટી માહિતી આપી હતી અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાના નામે ક્રિડેટ કાર્ડમાંથી નાણાં ખંખેર્યા હતા.

પોલીસે 24 કલાકમાં ચાર આરોપીને પકડ્યા

અન્ય એક ઘટનામાં એક મુસાફરે દિલ્હી IGI એરપોર્ટ પરથી સીઆર પાર્ક સુધી જવાનું હતું. આ માટે બદમાશોએ ટેક્સીનું 2500 ભાડું લીધું હતું, જે પાંચ ઘણું વધુ હતું. જ્યારે પોલીસે એક કેસમાં 24 કલાકની અંદર ચાર આરોપીની ધરપકડ કરી પીડિતને રકમ પરત અપાવી હતી. ડીસીપીએ કહ્યું કે, આવા પ્રકારની ઘટનાઓને રોકવા માટે ડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : દર વર્ષે ધુમ્મસના કારણે થાય છે 30 હજાર અકસ્માત, ગત ચાર વર્ષના આંકડા ચોંકાવનારા


Google NewsGoogle News