Get The App

દિલ્હીમાં ફરી 'એકી-બેકી'ની તૈયારી, 15 દિવસ કૃત્રિમ વરસાદ કરાવશે આતિશીની નવી સરકાર

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં ફરી 'એકી-બેકી'ની તૈયારી, 15 દિવસ કૃત્રિમ વરસાદ કરાવશે આતિશીની નવી સરકાર 1 - image


Delhi Government Preparing for Artificial Rain : દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વાયુ પ્રદૂષણને નિપટાવવામાં માટે વિન્ટર એક્શન પ્લાનની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણ નાથવા માટે 21-પોઇન્ટનો એક્શન પ્લાન લાગુ કરવામાં આવશે. ગોપાલ રાયે કહ્યું, "વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હીની આસપાસના રાજ્યો અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે. વર્ષ 2016 અને 2023 દરમિયાન વાયુ પ્રદૂષણમાં 34.6 ટકાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં વનીકરણ જેવી લાંબા ગાળાની યોજનાથી વાયુ પ્રદુષણ ઘટાડવામાં મદદ મળી."

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 4 વર્ષમાં 2 કરોડ વૃક્ષો રોપવામાં આવ્યા, વૃક્ષારોપણના કારણે મદદ મળી. 7545 જાહેર પરિવહન બસો દિલ્હીના રસ્તાઓ પર દોડી રહી છે. EV પોલીસી સફળ સાબિત થઈ રહી છે. દિલ્હીએ તેના થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરી દીધા છે, પરંતુ NCR રાજ્યોમાં હજુ પણ આ રીતે પ્લાન્ટ ચાલું છે. 

ગોપાલ રાયે એમ પણ કહ્યું કે, દિલ્હી સરકાર ઓડ-ઈવનની તૈયારી કરી રહી છે. આ યોજના માત્ર ઇમરજન્સી ઉપાય તરીકે  જ લાગુ કરવામાં આવશે.

તેમણે કહ્યું, "અમે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને પત્ર લખીને શિયાળા દરમિયાન કૃત્રિમ વરસાદ કરવાની પરવાનગી માંગી છે. અમે 1 નવેમ્બરથી 15 નવેમ્બરની વચ્ચે કૃત્રિમ વરસાદની તૈયારી કરવા માંગીએ છીએ. જ્યારે દિવાળી બાદ પરાલી સળગાવ્યા પછી પ્રદૂષણનું સ્તર ચરમસીમા પર થવાની આશા છે." પરંતુ આ અંગે મંત્રીએ હજુ સુધી પત્રનો જવાબ આપ્યો નથી.

પ્રદૂષણનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ

મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, પ્રદૂષણના હોટસ્પોટ વિસ્તારો પર ડ્રોન દ્વારા રિયલ-ટાઈમ નજર રાખવામાં આવશે. રાજધાની પ્રદેશમાં પ્રદૂષણ પર નજર રાખવા માટે પર્યાવરણ મંત્રાલય, પરિવહન મંત્રાલય, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાહેર બાંધકામ વિભાગના કર્મચારીઓ સહિત 86 સભ્યોની એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.


Google NewsGoogle News