Get The App

દિલ્હીના નવા મુખ્યમંત્રી માથે 'કાંટાનો તાજ'!, આ છે પાંચ સૌથી મોટા પડકાર

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
દિલ્હીના નવા મુખ્યમંત્રી માથે 'કાંટાનો તાજ'!, આ છે પાંચ સૌથી મોટા પડકાર 1 - image


Delhi News : દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી 26 વર્ષ બાદ સત્તામાં આવશે, ત્યારે દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા બનશે. આવતીકાલે(20 ફેબ્રુઆરી) રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું અને 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપે ત્રણ વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીને હરાવીને 48 બેઠકો જીતી છે, ત્યારે ખરાબ રોડ-રસ્તા, તૂટેલી ગટર લાઈનોમાંથી વહેતા ગંદા પાણી, કચરાના ઢગલા અને વિસ્તારોમાં નબળી સ્વચ્છતા વ્યવસ્થાથી પીડાતા લોકોની આશા વર્તાઈ રહી છે. જનતાને એવું લાગે છે કે, ભાજપની સરકાર સત્તામાં આવતાની સાથે તમામ સમસ્યાઓ દૂર થશે. ભારતમાં સરકાર આવતી-જતી રહે છે, પરંતુ સમસ્યાઓ યથાવત રહે છે. જેમાં અમુક એવા મુખ્યમંત્રીના કાર્યકાળમાં વ્યાપક પરિવર્તન જોવા મળે છે. બીજું, દિલ્હી હજુ પણ પૂર્ણ રાજ્ય નથી. અહીંની સરકાર પાસે કેન્દ્ર સરકાર સાથે ઘણા મંત્રાલયો છે. અધિકારોની વાત કરીએ તો, લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી સરકાર વચ્ચેનો વિવાદ એટલો જટિલ છે કે, કોઈ ચોક્કસ સમસ્યાના ઉકેલ માટે દિલ્હી સરકારે કેટલા પગલાં ભરવા પડે છે તે સમજવું સરળ નથી. સ્વાભાવિક છે કે, દિલ્હીનો વિકાસ કરવા માટે કોઈપણ મુખ્યમંત્રીએ અનેક મોરચે કામ કરવું પડશે.

1. લેફ્ટનન્ટ ગવર્નર મોટા કે દિલ્હીના મુખ્યમંત્રી?

જ્યાં સુધી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી, ત્યાં સુધી લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી સરકાર વચ્ચે તણાવ ચરમસીમાએ હતો. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર હંમેશા રાજધાની દિલ્હી પર કડક નિયંત્રણ રાખવાના રસ્તાઓ શોધતી હતી. હવે જ્યારે તેની પોતાની સરકાર અને મુખ્યમંત્રી હશે ત્યારે પણ શું કેન્દ્ર સરકાર આમ કરશે? તેનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે શું લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના હજુ પણ દિલ્હી સરકાર પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશે. કાયદેસર રીતે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર હવે દિલ્હીની ચૂંટાયેલી સરકાર કરતાં વધુ શક્તિશાળી બની ગયા છે. કાયદાકીય રીતે વધુ શક્તિશાળી હોવા છતાં, શું લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હીના શાસન અને વહીવટ પ્રત્યે નરમ વલણ અપનાવશે? દિલ્હી સરકારની રચના પહેલા જ યમુનાની સફાઈનું કામ શરૂ કરીને સક્સેનાએ બતાવ્યું છે કે, તેઓ પોતાનું મહત્ત્વ ઘટાડવાના નથી. 

નેશનલ કેપિટલ સિવિલ સર્વિસીસ ઓથોરિટીની સ્થાપના 2023માં એક વટહુકમ દ્વારા કરવામાં આવી છે. આ સત્તામંડળમાં મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્ય સચિવ અને દિલ્હીના મુખ્ય ગૃહ સચિવનો સમાવેશ થાય છે. આ સત્તાધિકારી, અધિકારીઓની બદલીઓ અને નિમણૂકો અને શિસ્ત સંબંધિત બાબતો અંગે લેફ્ટનન્ટ ગવર્નરને સૂચનો આપી શકે છે. આનો સીધો અર્થ એ થયો કે દિલ્હીમાં લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને અધિકારીઓની નિમણૂક, બદલી કે તૈનાત કરવાનો અધિકાર નથી. શું લેફ્ટનન્ટ ગવર્નર હજુ પણ એટલા જ શક્તિશાળી રહેશે?

2. મેનિફેસ્ટોમાં આપેલા વચનો પૂરા કરવા મુશ્કેલ 

દિલ્હીમાં ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનો ભાજપ સરકારે સંકલ્પ કર્યો છે. મુશ્કેલી એ છે કે, પંજાબ સરકાર એક હજાર રૂપિયા મહિના આપી શખતા નથી. મહારાષ્ટ્રમાં પણ સરકાર અનેક યોજનાઓ લાગુ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જ્યારે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં જનતાને કરેલા વાયદા પૂરા કરવાનો રેકોર્ડ ખરાબ હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં ગત સરકારે મફત વિજળી, મફત પરિવહન આપવામાં મુશ્કેલી પડી રહી છે. ભાજપે તેના મેનિફેસ્ટોમાં દિલ્હીના લોકોને 10 રૂપિયા સુધીની મફત સારવારનો વાયદો કર્યો છે. ભાજપે કહ્યું કે, 'આયુષ્માન યોજનામાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે અને બાકીના 5 લાખ રૂપિયા દિલ્હીની ભાજપ સરકાર આપશે.' આ ઉપરાંત ઓપીડી સુવિધાઓ અને લેબ ટેસ્ટ પણ મફત આપવાનું વચન આપવામાં આવ્યું. આ બધું પૂર્ણ કરવું સરળ નહીં હોય. 

આ પણ વાંચો: 'સંગમનું જળ સ્નાન યોગ્ય, સપા-વિપક્ષના લોકોએ ખોટો પ્રચાર કર્યો', વિધાનસભામાં બોલ્યા CM યોગી

3. આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ

ભાજપ એ સ્પષ્ટપણે જાણે છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પકડ હજુ પૂરી થઈ નથી. AAP 14 બેઠકો પર જેટલા મતોથી હારી છે, એનાથી વધુ મતો એ બેઠકો પર કોંગ્રેસને મળ્યા છે. પરંતુ જો દિલ્હીની ભાજપ સરકાર કેન્દ્ર સરકાર સામે નબળી દેખાય, તો AAP સમય બગાડ્યા વિના તેનો લાભ લેવા માંગશે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ જ્યારે સત્તામાં હતા, ત્યારે તેમના વિરોધનું લેવલ હાઈ જોવા મળતું. પરંતુ હવે વિપક્ષમાં હોવાથી તેમનું ભાષણ વધુ કઠોર બનશે. વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીની સંખ્યા બળ અને બહાર આમ આદમી પાર્ટીની સુનિયોજિત તૈયારીઓનો સામનો કરવો ભાજપ સરકાર માટે સરળ રહેશે નહીં.

4. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પર AAPનું નિયંત્રણ

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) AAPના નિયંત્રણ હેઠળ છે. સામાન્ય લોકો જે રોજિંદા સમસ્યાઓનો સામનો કરે છે, તેનો ઉકેલ લાવવાની જવાબદારી MCDની છે. સ્વાભાવિક છે કે, AAP તરફથી કોઈ સમર્થન નહોતું. કેન્દ્ર પાસે બે વિકલ્પો હશે. પહેલો કે તે MCDને વિસર્જન કરી શકે છે અને નવી ચૂંટણીઓ યોજી શકે છે . જ્યારે બીજું એ કે, તે કમિશનરો દ્વારા કોર્પોરેશન ચલાવી શકે છે. જો કે, દેખીતી રીતે આ એટલું સરળ હોય તેમ લાગી રહ્યું નથી. 

આ પણ વાંચો: રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય, આવતીકાલે શપથગ્રહણ સમારોહ

5. દિલ્હીનું જર્જરિત ચિત્ર બદલવું અઘરું

મળતી માહિતી મુજબ, દિલ્હીના રોજ-રસ્તા જર્જરિત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. કચરાના ઢગલાઓ છે. ગટરો છલકાઈને રસ્તાઓ પર વહી રહી છે. ફક્ત ઝૂંપડપટ્ટીમાં જ નહીં, પણ ગીચ વસાહતોમાં પણ રહેવું મુશ્કેલ બની ગયું છે. ઉનાળો આવતાની સાથે જ પાણી અને વીજળીની અછત સર્જાશે. આ બધી સમસ્યાઓનો એકસાથે ઉકેલ લાવવો સરળ રહેશે નહીં. વરસાદ પહેલા શેરીઓમાં પાણી ભરાવાથી બચવા અને નીચાણવાળા વિસ્તારોમાં મકાનો વરસાદી પાણીમાં ડૂબી ન જાય તે માટે ખૂબ મોટા પાયે કામ કરવું પડશે. જ્યારે જનતા ઈચ્છે છે કે બધી સમસ્યાઓ વહેલીતકે ઉકેલાય. સ્વાભાવિક છે કે, MCD, કેન્દ્ર સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે સંકલન જાળવવા માટે ઘણી ધીરજની જરૂર પડશે.


Google NewsGoogle News