મનીષ સિસોદિયાના સલાહકારથી CM સુધીની સફર: 2020માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા આતિશી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
મનીષ સિસોદિયાના સલાહકારથી CM સુધીની સફર: 2020માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા આતિશી 1 - image


Delhi New CM Atishi Political Journey : દિલ્હીના નવા મુખ્યમંત્રી હવે આતિશી બનશે. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. તે અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં સૌથી હેવિવેટ મંત્રી રહ્યાં છે. મુખ્યમંત્રીની હોડમાં તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામ પર મહોર લગાવવામાં આવી છે. મંગળવાર સવારથી AAP સંયોજક કેજરીવાલે સિવિલ લાઇન્સ સ્થિત આવાસ પર બેઠક બોલાવી હતી. તેમાં સર્વસંમતિથી નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી હતી. આતિશી પંજાબના રાજપૂત પરિવારના છે અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. 

આતિશી વર્ષ 2020 ના વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં અને 2023 માં પહેલીવાર કેજરીવાલ સરકારમાં મંત્રી બન્યા હતાં. હવે એક વર્ષ બાદ જ 2024 માં તે મુખ્યમંત્રી બનવવામાં આવ્યા છે. આ પહેલાં તે 2019 માં પૂર્વ લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યાં હતાં અને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરને 4.77 લાખ મતથી હરાવ્યા હતાં. 

આ પણ વાંચોઃ દિલ્હીની AAP સરકારમાં ધરખમ ફેરફારના એંધાણ: મુખ્યમંત્રી જ નહીં, કેબિનેટ મંત્રીઓ પણ બદલાશે

આતિશીને કેજરીવાલના નજીકના સહયોગી અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. તે અન્ના આંદોલનના સમયથી સંગઠનમાં સક્રિય છે. હાલ તેમની પાસે સૌથી વધારે મંત્રાલયોની જવાબદારી છે. જ્યારે માર્ચમાં કેજરીવાલ જેલ ગયાં, ત્યારથી તે પાર્ટીથી લઈને સરકાર સુધીની બાબતોનો મોરચો સંભાળે છે. મુખ્યમંત્રીને લઈને જે અન્ય નામોની ચર્ચા હતી, તેમાં કૈલાશ ગેહલોત, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજનું નામ પણ સામેલ હતું.

જાણો આતિશી વિશે

આતિશી વર્ષ 2020 માં પહેલીવાર કાલકાજી વિધાનસભાથી ધારાસભ્ય બન્યા હતાં. તેઓએ ભાજપ ઉમેદવાર ધર્મવીર સિંહને 11 હજારથી વધુ મતથી હરાવ્યા હતાં. આતિશીનો જન્મ 8 જૂન 1981માં દિલ્હીમાં થયો હતો. તેમના પિતા નામવિજય સિંહ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યાં છે. આતિશીએ સ્કૂલ શિક્ષણ નવી દિલ્હી સ્પ્રિંગડેલ સ્કૂસલથી કર્યું હતું. તેઓએ સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઈતિહાસમાં અભ્યાસ કર્યો અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં શેવનિંગ સ્કોલરશિપ પર માસ્ટરસ ડિગ્રી હાંસલ કરી. થોડા વર્ષો બાદ શૈક્ષણિક સંશોધનમાં રોડ્સ સ્કૉલરના રૂપે ઑક્સફોર્ડથી પોતાની બીજી માસ્ટર ડિગ્રી મેળવી. તેઓએ મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં સાત વર્ષ વિતાવ્યા, જ્યાં તે જૈવિક ખેતી અને પ્રગતિશીલ શિક્ષા પ્રણાલીઓ સાથે જોડાયા. તેઓએ ત્યાં બિન-લાભકારી ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું, જ્યાં પહેલીવાર AAP ના અમુક સભ્યો સાથે મુલાકાત થઈ અને પાર્ટીના સ્થાપના સમયથી જ પાર્ટીમાં જોડાયા.

મનીષ સિસોદિયાના સલાહકારથી CM સુધીની સફર: 2020માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા આતિશી 2 - image

AAP ની નીતિઓને આપ્યો આકાર

આતિશી 2013 ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી ઢંઢેરાની સમિતિના પ્રમુખ સભ્ય હતાં. પાર્ટી બની ત્યારે શરૂઆતી સમયમાં તેની નીતિઓને આકાર આપવામાં આતિશીએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ સિવાય આતિશીએ પાર્ટી પ્રવક્તા રૂપે પણ દમદાર રીતે પોતાના પક્ષ મુક્યો છે. આતિશી કેજરીવાલની જેમ મનિષ સિસોદિયાની પણ નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. તેઓએ મનિષ સિસોદિયાના સલાહકાર તરીકે અને તેમની ગેરહાજરીમાં શિક્ષા મંત્રાલયનું કામ પણ સંભાળ્યું છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી અશક્ય, આ ત્રણ કારણોના લીધે પૂરી નહીં થાય AAPની માંગ

દિલ્હી પોલીસ સાથેનો ટકરાવ હોય કે પછી કેન્દ્રીય તપાસ એજન્સીઓના દરોડા દરમિયાન દેખાવ કરવાનો, પાર્ટીનું સ્ટેન્ડ લેવાનું કે પછી MCF સ્કૂલમાં દરોડા પાડી નીરિક્ષણ કરવાના કારણે આતિશી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય હતાં. હાલમાં જ જ્યારે કેજરીવાલ તિહાર જેલમાં હતાં અને પ્રજાસત્તાક દિવસે તિરંગો ફરકાવવાનો હતો ત્યારે તેઓએ પોતાની જગ્યાએ આતિશીને આગળી કરી હતી અને ઉપરાજ્યપાલને ચિઠ્ઠી લખી હતી. બે દિવસ પહેલાં જ્યારે કેજરીવાલે જાહેરમાં પોતાના રાજીનામાનું એલાન કર્યું, ત્યારે પણ એ ચિઠ્ઠીમાં તેઓએ આતિશીના નામનો ઉલ્લેખ કર્યો હતો.

કેજરીવાલ ઈચ્છતા હતાં કે, આતિશી તેમની જગ્યાએ તિરંગો ફરકાવે. જોકે, LG એ કૈલાશ ગેહલોતને પસંદ કર્યાં. તે સમયે કૈલાશ ગેહલોતે પણ ભાવુક થઈને પોતાના નેતાને 'આધિનિક સ્વંત્રતા સેનાની' જણાવ્યા હતાં.

મનીષ સિસોદિયાના સલાહકારથી CM સુધીની સફર: 2020માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા આતિશી 3 - image

2023માં પહેલીવાર મંત્રી બન્યાં

કેજરીવાલે પોતાના પર ધરપકડની તલવાર લટકે તે પહેલાંથી જ આતિશીને ન ફક્ત 9 માર્ચ 2023 ના દિવસે કેબિનેટ મંત્રી બનાવ્યાં અને સૌથી વધારે મંત્રાલય પણ આપ્યાં. આતિશી ન ફક્ત દિલ્હી સરકારમાં એકલોતા મહિલા મંત્રી છે, પરંતુ તેમની પાસે હાલ દિલ્હી સરકારમાં સૌથી વધારે મંત્રાલય પણ છે. તેઓ શિક્ષા વિભાગ, PWD, જળ વિભાગ, રાજસ્વ, યોજના અને નાણાં વિભાગ સંભાળે છે. મહિલા મત અને મહિલાઓ સાથે જોડાયેલા કેજરીવાલને આગળના વાયદાનવે ધ્યાનમાં લેતા પણ આતિશીનું નામ મહત્ત્વનું માનવામાં આવે છે.

આતિશીએ જુલાઈ 2015 થી 17 એપ્રિલ 2018 સુધી શિક્ષા માટે મનીષ સિસોદિયાના સલાહકારના રૂપે કામ કર્યું છે. આતિશી 2015 માં મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં જળ સત્યાગ્રહમાં પણ સામેલ હતાં. તે વિરોધ પ્રદર્શનની સાથોસાથ કાયદાકીય લડાઈ દરમિયાન પણ એક્ટિવ રહ્યાં. 2020 ની વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીએ આતિશીને ગોવાના પ્રભારી બનાવ્યાં.


Google NewsGoogle News