પ્રદૂષણ દૂર કરવા દિલ્હીમાં પહેલી વખત અપનાવાશે આ ટેકનોલોજી, કેજરીવાલની તૈયારી
પ્રદૂષણના કારણે હાલ દિલ્લીની હાલત ખુબ જ ખરાબ હોવાથી હવામાં પ્રદુષણ ઘટાડવા માટે 21-22 નવેમ્બરે કૃત્રિમ વર્ષા કરાવવામાં આવશે
ચીન અને જાપાન જેવા દેશ આ ટેકનીકનો ઉપયોગ કરી ચુક્યા છે, તો જાણીએ આ માટે કઈ ટેકનીક વાપરવામાં આવે છે અને કેવી રીતે થાય છે કૃત્રિમવરસાદ?
Cloud Seeding in delhi NCR: દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-NCRમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો AQI 500 પાર થઇ ગયો છે અત્યાર સુધી તેને રોકવા લેવામાં આવેલ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. એવામાં હાલ કેજરીવાલ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેજરીવાલ સરકાર પ્રદૂષણને રોકવા માટે કલાઉડ સીડિંગ એટલે કે કુત્રિમ વરસાદ કરાવશે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાય બુધવારે આઇઆઇટી કાનપુરની ટીમ સાથે બેઠક કરીને પરમીશન મળે તો 21 અને 22 નવેમ્બરે કૃત્રિમ વરસાદ કરીને પ્રદુષણ ઓછું કરવામાં આવશે.
શું વરસાદના કારણે પ્રદુષણ ઓછું થશે?
દિલ્લીમાં પ્રદુષણ ફેલાવવાનું એક કારણ ઓછો વરસાદ પણ માનવામાં આવે છે, આથી એક આશા એવી છે કે કૃત્રિમ વરસાદ કરાવવાથી પ્રદુષણમાં ઘટાડો થઇ શકે છે. ઓકટોબર 2021માં દિલ્લીમાં 123 મીમી, તેમજ ઓકટોબર 2022માં 129 મીમી વરસાદ થયો હતો. જયારે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં માત્ર 5.4 મીમી જ વરસાદ થયો.
જૂન મહિનામાં આઇઆઇટી કાનપુરની ટીમને મળી સફળતા
આઇઆઇટી કાનપુરની ટીમ 2017થી કલાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વર્ષા કરાવવાની ટેકનીક પર કામ કરી રહી છે. જે બાબતે આ વર્ષે જૂન મહિનામાં તેને સફળતા મળી હતી. કૃત્રિમ વર્ષાના ટેસ્ટીંગ માટે સેસના એરક્રાફ્ટને પાંચ હજાર ફૂટની ઉંચાઈ પર ઉડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કલાઉડ સીડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાદળામાં કેમિકલ પાઉડર છાંટવામાં આવે છે જેના કારણે વાદળોમાં પાણી બનવા માંડે છે અને ત્યારબાદ થોડા સમય પછી તે વિસ્તારમાં વરસાદ શરુ થઇ ગયો.
કૃત્રિમ વર્ષા કઈ રીતે થશે?
કલાઉડ સીડિંગની પ્રકિયા દરમ્યાન નાના નાના એરક્રાફ્ટને વાદળોની વચ્ચેથી પસાર કરવવામાં આવે છે. આ એરક્રાફ્ટ સિલ્વર આયોડાઇડ, ડ્રાઈ આઈસ અને ક્લોરાઈડ છોડવામાં આવે છે. જેના કારણે વાદળાઓમાં પાણી બને છે અને ત્યારબાદ વરસાદ આવે છે. આ કૃત્રિમ વર્ષા સામાન્ય વરસાદ કરતા વધુ થાય છે, જો કે આ પ્રોસેસમાં કેટલી માત્રામાં કેમિકલ વાપરવામાં આવ્યું છે એ બાબત પણ અસર કરે છે.
કલાઉડ સીડિંગ શું છે?
1940થી કલાઉડ સીડિંગ પર કામ કરવામાં આવી રહ્યું છે. અમેરિકા પર એવા આરોપ પણ છે કે વિયેતનામ યુદ્ધમાં તેને કલાઉડ સીડિંગને હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, આથી વધુ વરસાદના કારણે જમીનમાં કાદવ થઇ જવાથી સેનાની સપ્લાય ચેન બગડી ગઈ હતી. 2017 માં, યુએન સાથે સંકળાયેલ વર્લ્ડ મીટીયરોલીજીકલ ઓર્ગેનાઈઝેશનએ અંદાજ લગાવ્યો હતો કે ચીન, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા વિશ્વના 50 થી વધુ દેશોએ ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કર્યો હતો.
ક્યાં ક્યાં દેશમાં કરાવવામાં આવે છે કૃત્રિમ વર્ષા?
ચીનની રાજધાની બીજિંગમાં દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર છે. જેથી ત્યાં પ્રદુષણ ઓછુ કરવા માટે વારંવાર કૃત્રિમ વર્ષા કરાવવામાં આવે છે. 2008માં ઓલમ્પિક દરમ્યાન વરસાદના કારણે ગેમ પર અસર ન થાય તે માટે વેધર મોડીફીકેશન સીસ્ટમનો ઉપયોગ કરીને પહેલા જ વરસાદ કરાવવામાં આવ્યો હતો. એક રીપોર્ટ મુજબ ચીન 2025 સુધીમાં 55 લાખ વર્ગ કિમી વિસ્તારમાં કૃત્રિમ વર્ષા કરાવવા ટાર્ગેટ રાખે છે.
આ સિવાય જાપાને પણ પેરાલંપીક દરમ્યાન કૃત્રિમ વર્ષા કરાવી હતી. UAEમાં પણ વાતાવરણ ગરમ રહેવાથી 2022માં કૃત્રિમ વર્ષા કરાવતા એટલો વરસાદ આવ્યો કે પુરની સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય થાઇલેન્ડ પણ દુકાળગ્રસ્ત વિસ્તારમાં 2037 સુધીમાં કૃત્રિમ વર્ષા કરાવીને આ વિસ્તારને ફરી હરિયાળો બનાવવા પ્રયત્ન કરવામાં આવશે.
કૃત્રિમ વર્ષા નુકશાન પણ થાય છે
દેશો એકબીજા પર આરોપ લગાવે છે કે તેઓ આ ટેક્નોલોજી દ્વારા અતિશય વરસાદ, ભૂકંપ, સુનામી અને ભૂસ્ખલન લાવીને અન્યની સરહદો પર પાયમાલી કરી શકાય છે.
શું તેને કાબુ કરવા માટે કોઈ સંધિ છે?
યુનાઈટેડ નેશન્સ દ્વારા ઘણા સમય પહેલા ચેતવણી આપવામાં આવી હતી કે દેશો એકબીજા સામે વેધર મોડીફીકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. ઑક્ટોબર 1987માં જ, યુએનએ ENMOD (પ્રોહિબિશન ઑફ મિલિટરી ઓર એની અધર હોસ્ટાઈલ યુઝ ઑફ એન્વાયર્નમેન્ટલ મૉડિફિકેશન ટેકનિક)નો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે હવામાન દ્વારા કોઈ પણ દેશ બીજા દેશને પરેશાન કરી શકે નહીં.
Cloud Seeding in delhi NCR: દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-NCRમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો AQI 500 પાર થઇ ગયો છે અત્યાર સુધી તેને રોકવા લેવામાં આવેલ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. એવામાં હાલ કેજરીવાલ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેજરીવાલ સરકાર પ્રદૂષણને રોકવા માટે કલાઉડ સીડિંગ એટલે કે કુત્રિમ વરસાદ કરાવશે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાય બુધવારે આઇઆઇટી કાનપુરની ટીમ સાથે બેઠક કરીને પરમીશન મળે તો 21 અને 22 નવેમ્બરે કૃત્રિમ વરસાદ કરીને પ્રદુષણ ઓછું કરવામાં આવશે.