દિલ્હી-NCRમાં ક્યાંક ગરમીનો પારો 52 ડિગ્રી, તો ક્યાંક વરસાદ, વાંચો હવામાનની અપડેટ્સ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
દિલ્હી-NCRમાં ક્યાંક ગરમીનો પારો 52 ડિગ્રી, તો ક્યાંક વરસાદ, વાંચો હવામાનની અપડેટ્સ 1 - image

Image: IANS


Delhi-NCR Rain After Record High Temperature: બુધવારે દિલ્હી-એનસીઆરમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યા બાદ તરત જ મેઘરાજાએ મહેર કરી છે. જેના લીધે તાપમાન ઝડપથી ઘટ્યું હતું. દિલ્હીના મુંગેશપુર વિસ્તારમાં મહત્તમ રેકોર્ડ 52.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે નવી દિલ્હીમાં નોંધાયેલ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. શહેરના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર થતાં લોકોએ ત્રાહિમામ પોકાર્યો હતો.

મંગળવારે ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં સ્થિત મુંગેશપુરમાં 49.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની વેબસાઇટ અનુસાર, એક દિવસ પછી તાપમાનમાં વધુ વધારો થયો હતો અને હવામાન કેન્દ્રે સાંજે 4.14 કલાકે મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. ભારતીય હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીમાં નોંધાયેલ આ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે.

IMD અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી દિલ્હીમાં હીટ વેવની સ્થિતિ યથાવત રહેવાની ધારણા છે. હવામાન વિભાગે લોકોને ગરમીના મોજાને કારણે "સંવેદનશીલ લોકો માટે અત્યંત સાવધાની" રાખવા વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ કાળઝાળ ગરમીથી મળશે રાહત, આગામી ત્રણ દિવસ રાજ્યના ચાર જિલ્લામાં વંટોળની શક્યતા

વધતા તાપમાનના કારણે તમામ ઉંમરના લોકો ગરમી સંબંધિત બીમારી અને હીટ સ્ટ્રોકનો ભોગ બનવાની શક્યતા વધારે છે. શિશુઓ, વૃદ્ધો અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકો માટે આ એક મુખ્ય સ્વાસ્થ્ય ચિંતા છે. IMDએ લોકોને ગરમી અને ડિહાઇડ્રેશનથી બચવાની સલાહ આપી છે.

દિલ્હીના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે દિલ્હીના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી જારી કરે છે. જેમાં નઝફગઢ, પાલમ અને આયાનગર સામેલ છે. આગામી 2 કલાક દરમિયાન દિલ્હી અને એનસીઆર, ગોહાના, સોનીપત, રોહતક, ખરખોડા (હરિયાણા), પિલખુઆ, હાપુડ, ગુલોટી, સિયાના, સિકંદરાબાદ, બુલંદશહર (યુપી)ના કેટલાક સ્થળો અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.


Google NewsGoogle News