Get The App

દિલ્હીની હવા ફરી 'ઝેરીલી', માસ્ક વિના ન ફરવા ચેતવણી, આ છે દેશના ટોપ-10 પ્રદૂષિત શહેરો

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
Air Pollution In Delhi


Air Pollution In Delhi: દિવાળી પહેલા દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. બુધવારે (16મી ઓક્ટોબર) એર ક્વોલિટી ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. દિલ્હી-એનસીઆરની હવામાં સ્ટબલ મિક્સિંગના ધુમાડાને કારણે સર્વત્ર ધુમ્મસ છે. દિલ્હી અને નોઈડાના આકાશમાં ધુમાડો દેખાઈ રહ્યો છે. આ ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. જો પ્રદૂષણના મામલે ટોપ 10 શહેરોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર પહેલા નંબર પર છે. જ્યારે દિલ્હી ખરાબ હવાની ગુણવત્તા સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. જ્યારે ગ્રેટર નોઈડા છઠ્ઠા અને નોઈડા સાતમા ક્રમે છે.

દિલ્હીની હવા ફરી 'ઝેરીલી', માસ્ક વિના ન ફરવા ચેતવણી, આ છે દેશના ટોપ-10 પ્રદૂષિત શહેરો 2 - image

દેશના તે ટોપ 10 શહેરોની યાદી સામે આવી છે, જ્યાં હવા ખૂબ જ ખરાબ છે. જેમાં ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર પ્રથમ નંબરે છે. બહાદુરગઢ બીજા સ્થાને, હાપુડ ત્રીજા સ્થાને અને દિલ્હી ચોથા સ્થાને છે. આ યાદીમાં સિંગરૌલી પાંચમા નંબરે છે અને ગ્રેટર નોઈડા છઠ્ઠા નંબર પર છે.

આ પણ વાંચો: 'નવી સંસદનું ભવન વક્ફની જમીન પર બન્યું...' વિવાદ વચ્ચે જમીયત ઉલેમાના પ્રમુખનો મોટો દાવો


હવાનું પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે

દિલ્હીનું આલીપુર અત્યાર સુધીના સૌથી પ્રદૂષિત વિસ્તાર તરીકે નોંધાયું છે. અહીં એર ક્વોલિટી 388 નોંધવામાં આવી છે. જ્યારે દ્વારકા સેક્ટર-8માં આજે (17મી ઓક્ટોબર) AQI 339 નોંધાયો છે. આનંદ વિહારની હવા પણ છેલ્લા ઘણાં દિવસોથી ખરાબ છે. દિલ્હીમાં એર ક્વોલિટી એટલી ખરાબ થઈ ગઈ છે કે GRP-1 લાગુ કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણામાં પરાળ સળગાવવાને કારણે દિલ્હી અને નોઈડાની હવા ઝેરી થઈ રહી છે, પરંતુ આ મામલાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.

માસ્ક પહેરવું જરૂરી

જે લોકોને શ્વાસ સંબંધી કોઈ સમસ્યા હોય તેમણે આ સમયે સાવધાન રહેવાની જરૂર છે. માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળો અને સંપૂર્ણ સાવચેતી રાખો. વૃદ્ધો અને બાળકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. આ એક ગૂંગળામણ વાળી હવા છે, તેનાથી સાવચેત રહો અને તમારી વિશેષ કાળજી લો.

દિલ્હીની હવા ફરી 'ઝેરીલી', માસ્ક વિના ન ફરવા ચેતવણી, આ છે દેશના ટોપ-10 પ્રદૂષિત શહેરો 3 - image


Google NewsGoogle News