Get The App

મુસ્લિમ બહુમતી બેઠક પર ભાજપે સૌને ચોંકાવ્યા, જોકે AAPના નેતાઓનો દબદબો હજુ યથાવત્

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
Delhi Muslim Seats


Delhi Muslim Seats: દિલ્હીની 70 વિધાનસભા બેઠકના આજે પરિણામો જાહેર થઇ ગયા છે. આ વખતે આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી હતી. દિલ્હીમાં પાંચ બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. દિલ્હીમાં 13% મુસ્લિમ મતદારો છે અને પાંચ બેઠકો પર મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. આવી સ્થિતિમાં, દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું મુસ્લિમ બેઠકો પરનો ટ્રેક રેકોર્ડ અકબંધ રહ્યો કે નહીં?

દિલ્હીની મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પર ભારે મતદાન થયું હતું. આ મુસ્તફાબાદ, બલ્લીમારન, સીલમપુર, મતિયા મહેલ, ચાંદની ચોક અને ઓખલા સીટ છે. દિલ્હીની સીલમપુર, મુસ્તફાબાદ, મતિયા મહેલ, બલ્લીમારન અને ઓખલા સીટ પર બીજેપી સિવાય તમામ પક્ષોના માત્ર મુસ્લિમ ઉમેદવારો જ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આ બેઠકો પર મુસ્લિમ ધારાસભ્યો જીતી રહ્યા છે.

ઓખલા બેઠક

ઓખલા વિધાનસભા બેઠક માટે AIMIM તરફથી શિફા ઉર રહેમાન, આમ આદમી પાર્ટી તરફથી અમાનતુલ્લા ખાન, કોંગ્રેસ તરફથી અરીબા ખાન અને બીજેપી તરફથી મનીષ ચૌધરી મેદાનમાં હતા. આ બેઠક પરથી AAPના અમાનતુલ્લા ખાન આગળ ચાલી રહ્યા છે.

મુસ્તફાબાદ બેઠક

AIMIM તરફથી તાહિર હુસૈન, આમ આદમી પાર્ટી તરફથી આદિલ ખાન, કોંગ્રેસ તરફથી અલી મહેંદી અને BJP તરફથી મોહન સિંહ બિષ્ટએ મુસ્તફાબાદ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના ઉમેદવાર મોહન સિંહ બિષ્ટની 17,578 મતોથી જીત થઇ છે. 

બલ્લીમારન બેઠક 

બલ્લીમારન વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ઈમરાન હુસૈન, કોંગ્રેસ તરફથી હારૂન યુસુફ અને ભાજપ તરફથી કમલ બાંગરીએ ચૂંટણી લડી હતી. જેમાં ઈમરાન હુસૈનની 29,823 મતોથી જીત થઇ છે. 

મતિયા મહેલ બેઠક 

મતિયા મહેલ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી આલે મોહમ્મદ ઈકબાલ અને કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્ય અસીમ મોહમ્મદ ખાન ચૂંટણી લડી રહ્યા હતા. દીપ્તિ ઈન્દોરા ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં AAP નેતા આલે મોહમ્મદ ઈકબાલે 42,690 મતોથી જીત મેળવી છે. 

સીલમપુર બેઠક

કોંગ્રેસ તરફથી અબ્દુલ રહેમાન અને આમ આદમી પાર્ટી તરફથી ઝુબેર અહેમદ સીલમપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડી હતી, જ્યારે કાઉન્સિલર અનિલ ગૌરે બીજેપી તરફથી લડી હતી. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઝુબેર અહેમદની 42,477 મતોથી જીત થઈ છે. 

મુસ્લિમ બહુમતી બેઠક પર ભાજપે સૌને ચોંકાવ્યા, જોકે AAPના નેતાઓનો દબદબો હજુ યથાવત્ 2 - image


Google NewsGoogle News