VIDEO : MCDના ગૃહમાં હંગામો, મેયરના ટેબલ પર ચઢી વિપક્ષોનો સૂત્રોચ્ચાર, કાગળો ફાળ્યા
સ્થાયી સમિતિની સત્તા ગૃહને સોંપવાના મુદ્દે વિપક્ષી કાઉન્સિલરોનો હોબાળો
મેયર શૈલી ઓબેરૉય ગૃહમાં પ્રવેશતા જ વિપક્ષોનો હંગામો
Delhi Municipal Corporation : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના ગૃહના વિશેષ સત્ર દરમિયાન આજે ભારે હોબાળો થયો છે. વિપક્ષી કાઉન્સિલરો મેયર શૈલી ઓબેરૉય (Shelly Oberoi)ના ટેબલ પાસે આવી જતા મામલો બિચક્યો છે. વિપક્ષી કાઉન્સિલરોએ મેયરના ટેબલ ચઢી કેટલાક કાગળો પણ ફાડી નાખ્યા છે. આ સત્ર જ્યાં સુધી સ્થાયી સમિતિની પુનઃ રચના કરવામાં ન આવે અને દિલ્હીના બજારોમાં દુકાનોને ડી-સીલ કરવામાં ન આવે ત્યાં સુધી સ્થાયી સમિતિને સત્તા નિહિત કરવા મુદ્દે ચર્ચા કરવા બોલાવાયું હતું.
સ્થાયી સમિતિની પુનઃ રચના 10 મહિનાથી પેન્ડીંગ
છેલ્લા 10 મહિનાથી સ્થાયી સમિતિની પુનઃ રચના કરવામાં આવી નથી. 18 સભ્યોની સ્થાયી સમિતિ એમસીડીના સર્વોચ્ચ નિર્ણય આપતી સંસ્થા છે અને તે તમામ નાણાંકીય નિર્ણય લેવા માટે પણ જવાબદાર છે.
મેયર ગૃહમાં પ્રવેશતાં જ વિપક્ષોનો હોબાળો
વિપક્ષી કાઉન્સિલરોએ શૈલી ઓબેરૉય ગૃહમાં પ્રવેશતા જ ‘તાનાશાહી નહીં ચાલે’ અને ‘બંધારણની હત્યા બંધ કરો’ના સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. તેમાંથી કેટલાક લોકો છેક ગૃહની વેલ સુધી ઘુસી ગયા અને કેટલાકે મેયરના ટેબલ પણ ચઢી પ્રસ્તાવના કાગળો ફાડી નાખી હવામાં ઉડાવ્યા હતા.
સ્થાયી સમિતિની સત્તા ગૃહને સોંપવી અમાન્ય : વિપક્ષ
વિપક્ષી નેતા રાજા ઈકબાલ સિંહે સત્તાધારી આપની ટીકા કરતા કહ્યું કે, સ્થાયી સમિતિની સત્તા ગૃહને સોંપવી અમાન્ય અને ગેરબંધારણી છે. તેમણે કહ્યું કે, ગૃહ સ્થાયી સમિતિઓની સત્તા ન લઈ શકે, કારણ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી. સ્થાયી સમિતિની પુનઃ રચના કરવામાં વિલંબ થતા એમસીડીનું નાણાંકીય કામકાજ પ્રભાવિત થયું છે અને ઘણા પ્રસ્તાવોમાં પણ વિલંબ થયો છે. નિયમો અનુસાર કમિટીની મંજૂરી વગર 5 કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવ પાસ ન થઈ શકે.
હંગામા વચ્ચે મેયરે 2 પ્રસ્તાવ પાસ
હંગામા વચ્ચે મેયરે 2 પ્રસ્તાવ પાસ કર્યા છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીની પાવર ગૃહને સોંપવામાં આવે તેમજ ધ સીલિંગનો પ્રસ્તાવ પાસ કરાયો છે. બીજીતરફ રાજા ઈકબાલે કહ્યું કે, ‘હાઉસ નહીં, ગૃહ ચલાવી રહ્યા છો, અધિકારીઓ બેસ્યા નહીં, મેયર ગાયબ થઈ ગયા, અમે વિરોધ કરીશું.’ હાલ હંગામા બાદ સુરક્ષાદળ તૈનાત કરાયું છે.