Get The App

પત્તું કપાતાં જ AAPના ધારાસભ્યના પાર્ટીને 'રામ-રામ', કહ્યું - 'પાર્ટી તેના ઉદ્દેશ્યોથી ભટકી ગઈ છે...'

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
પત્તું કપાતાં જ AAPના ધારાસભ્યના પાર્ટીને 'રામ-રામ', કહ્યું - 'પાર્ટી તેના ઉદ્દેશ્યોથી ભટકી ગઈ છે...' 1 - image


Delhi mla from seelampur abdul rehman joins congress after resigned from aap | દિલ્હી વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી(AAP)માં એક પછી એક રાજીનામાં પડી રહ્યા છે. જ્યારે અમુક દિગ્ગજ નેતાઓએ રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. હવે તાજેતરના અહેવાલ અનુસાર આપને એક મોટો ઝટકો લાગ્યો છે. 


કેમ નારાજ થયા ધારાસભ્ય અબ્દુલ રહેમાન? 

સીલમપુરથી આપના ધારાસભ્ય અબ્દુલ રહેમાને પણ પાર્ટી છોડી દીધી છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ તેમનું આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં જ પત્તું કાપી નાખતાં ટિકિટ ફાળવવાની ના પાડી હતી. આમ આદમી પાર્ટીએ હવે અહીંથી જુબેર અહેમદને ઉમેદવાર જાહેર કર્યા છે જે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચૌધરી મતીન અહેમદના દીકરા છે. 

પત્તું કપાતાં જ AAPના ધારાસભ્યના પાર્ટીને 'રામ-રામ', કહ્યું - 'પાર્ટી તેના ઉદ્દેશ્યોથી ભટકી ગઈ છે...' 2 - image

પત્તું કપાતાં જ AAPના ધારાસભ્યના પાર્ટીને 'રામ-રામ', કહ્યું - 'પાર્ટી તેના ઉદ્દેશ્યોથી ભટકી ગઈ છે...' 3 - image

અબ્દુલ રહેમાને પત્ર પણ લખ્યો 

આ મામલે નારાજગી વ્યક્ત કરતાં પાર્ટીના પૂર્વ ધારાસભ્યએ પત્રમાં લખ્યું છે કે આવનારા દિવસોમાં હું મારી રાજનીતિની દિશા નક્કી કરીશ. જોકે પત્ર લખ્યા બાદ તેઓ તરત જ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેમણે પત્રમાં આપ સામે નિશાન તાકતાં લખ્યું કે પાર્ટી તેના ઉદ્દેશ્યોથી ભટકી ગઈ છે. 

પત્તું કપાતાં જ AAPના ધારાસભ્યના પાર્ટીને 'રામ-રામ', કહ્યું - 'પાર્ટી તેના ઉદ્દેશ્યોથી ભટકી ગઈ છે...' 4 - image



Google NewsGoogle News