લિકર પૉલિસી કૌભાંડમાં ફસાયેલી AAPને મોટો ઝટકો, મંત્રી રાજકુમાર આનંદે આપ્યું રાજીનામું

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
લિકર પૉલિસી કૌભાંડમાં ફસાયેલી AAPને મોટો ઝટકો, મંત્રી રાજકુમાર આનંદે આપ્યું રાજીનામું 1 - image

Rajkumar Anand Resign : દિલ્હીના લિકર પૉલિસી કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટી વધુ એક મુશ્કેલીમાં ફસાઈ છે. હવે દિલ્હી સરકારમાં મંત્રી રાજકુમાર આનંદે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળી રહ્યા હતા. હાલમાં રાજકુમાર આનંદના ઘરે EDની રેડ પડી હતી.

હું ભ્રષ્ટ લોકોની સાથે કામ ન કરી શકું : રાજકુમાર આનંદ

રાજકુમાર આનંદે રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, 'આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારના કિચડમાં ફસાયેલી છે. હું ભ્રષ્ટ લોકોની સાથે કામ ન કરી શકું. આજે હું જે કંઈ પણ છું તે ડૉ. આંબેડકરના કારણે છું. હું ધારાસભ્ય અને મંત્રી બન્યો તે સોસાયટીને પે બેક કરવા માટે બન્યો. જે દલિતોની ચિંતા કરવા પાછળ હટ્યો હું ત્યાં ન રહી શકું.'


રાજકુમાર આનંદે રાજીનામાંનું એલાન કરવાના એક કલાક પહેલા જ રાજ્યસભા સભ્ય સંજય સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ X પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં સંજય સિંહ તિહાર જેલ તંત્ર પર કેન્દ્ર સરકારના પ્રેશરમાં કામ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ સિવાય તેમણે પોતાના પ્રોફાઈલ પર પણ હજુ સુધી અરવિંદ કેજરીવાલનો ફોટો લગાવી રાખ્યો છે.

થોડા સમય પહેલા જ ઈડીએ કર્યા હતા દરોડા

રાજકુમાર આનંદ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં આવ્યા જ્યારથી ઈડીની ટીમે તેમના ઘરે દરોડા પાડ્યા હતા. રાજકુમાર આનંદના ઘરે ઈડીએ અંદાજિત 23 કલાક સુધી દરોડા પાડ્યા હતા. જોકે, જણાવાય રહ્યું છે કે, તે દરોડાની કાર્યવાહી લિકર પૉલિસી કૌભાંડના સંબંધમાં ન હતી. રાજકુમાર આનંદના ઘરે ઈડીના દરોડા અંગે કોઈ માહિતી સામે આવી ન હતી.

કોણ છે રાજકુમાર આનંદ?

રાજકુમાર આનંદ વર્ષ 2020માં પહેલીવાર પટેલ નગર બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમના પત્ની વીણા આનંદ પણ આ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની જગ્યાએ રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરાયા હતા. જણાવી દઈએ કે, બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરાઈ હતી, જ્યાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હાજર હતા, જ્યારબાદ ખુબ હોબાળો થયો હતો અને રાજેન્દ્ર ગૌતમે કેબિનેટથી રાજીનામું આપવું પડ્યું હતું.

delhiaap

Google NewsGoogle News