Get The App

મનમોહન સિંહ, લાલકૃષ્ણ અડવાણી અને હામિદ અંસારીએ ઘરેથી કર્યું મતદાન, ચૂંટણી પંચે આપી માહિતી

Updated: May 18th, 2024


Google NewsGoogle News
મનમોહન સિંહ, લાલકૃષ્ણ અડવાણી અને હામિદ અંસારીએ ઘરેથી કર્યું મતદાન, ચૂંટણી પંચે આપી માહિતી 1 - image


Lok Sabha Elections 2024 : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ ઘરેથી પોતાનો મત આપ્યો છે. દિલ્હી ચૂંટણી પંચે શનિવારે આ માહિતી આપી. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ગુરૂવારે વૃદ્ધ મતદારો અને દિવ્યાંગો માટે ઘર પર મતદાનની સુવિધા શરૂ કરી, જે 24 મે સુધી ચાલશે.

પશ્ચિમ ચૂંટણી ક્ષેત્રમાં 348 મત ઘરેથી પડ્યા

ચૂંટણી પંચના અનુસાર, સુવિધા શરૂ થવાના બીજા દિવસે શુક્રવારે દિલ્હીના તમામ સાત સંસદીય વિસ્તારોમાં 1409 મતદાતાઓએ ઘરેથી મતદાન કર્યું. પશ્ચિમી દિલ્હી ચૂંટણી ક્ષેત્રમાં સૌથી વધુ 348 ઘરેથી મત પડ્યા. જેમાં 299 વૃદ્ધ વ્યક્તિ હતા. ગુરૂવાર અને શુક્રવારે મળીને કુલ 2956 મતદાતાઓએ ઘરેથી મત આપ્યો. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ નવી દિલ્હી સંસદીય વિસ્તારમાં 17 મેના રોજ ઘરેથી મત આપ્યા. તો, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ગુરૂવારે પોતાનો મત આપ્યો. પૂર્વ વડાપ્રધાન અડવાણીએ શનિવારે પોતાનો મત આપ્યો.

25 મેના રોજ દિલ્હીમાં મતદાન

દિલ્હીમાં કુલ 5,406 વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ આ લોકસભા ચૂંટણીમાં ઘરેથી મતદાન કરવાની સુવિધાનો લાભ ઉઠાવવા માટે 12D ફોર્મ ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 25 મેના રોજ મતદાન થશે.


Google NewsGoogle News