VIDEO : EDની કાર્યવાહી પર ભડક્યું AAP, ભાજપે કહ્યું, ‘CM કેજરીવાલ સુધી પહોંચશે તપાસ’

દિલ્હી લિકર કૌભાંડમાં EDએ AAP સાંસદ સંજય સિંહની ધરપકડ કર્યા બાદ AAP-BJP વચ્ચે શબ્દયુદ્ધ શરૂ

કાર્યવાહી મામલે CM અરવિંદ કેજરીવાલે ભાજપ કર્યો કટાક્ષ, તો કોંગ્રેસે પણ કાર્યવાહીની કડક નિંદા કરી

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
VIDEO : EDની કાર્યવાહી પર ભડક્યું AAP, ભાજપે કહ્યું, ‘CM કેજરીવાલ સુધી પહોંચશે તપાસ’ 1 - image

નવી દિલ્હી, તા.04 ઓક્ટોબર-2023, બુધવાર

દિલ્હી લિકર કૌભાંડ (Delhi Liquor Policy Scam) મામલે EDએ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh)ની ધરપકડ કર્યા બાદ AAP અને BJP વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. સિંજય સિંહની ધરપકડ બાદ AAP નેતાઓ અને કાર્યકર્તાઓ રોષે ભરાયા છે. આ મામલે દિલ્હી સહિત લખનઉમાં પણ ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ધરપકડ મામલે વિપક્ષો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી છે, તો ભાજપે પણ વળતો હુમલો શરૂ કરી દીધો છે. દરમિયાન ભાજપ સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari)એ કહ્યું કે, સંજય સિંહની ધરપકડ દર્શાવે છે કે, આંચ માત્ર સંજય સિંહ સુધી જ નહીં અરવિંદ કેજરીવાલ સુધી પણ જશે...

કાર્યવાહી મામલે AAP-BJP વચ્ચે શબ્દયુદ્ધ શરૂ

ઈડીની કાર્યવાહી બાદ શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. આ મામલે પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) પ્રતિક્રિયા આપી છે, તો ભાજપે પણ પ્રેસ કોન્ફરન્સ કરી AAPને ઘેરી રહી છે. કાર્યવાહી મામલે ભાજપ નેતા ગૌરવ ભાટિયા (Gaurav Bhatia)એ સીએમ કેજરીવાલને ઘેર્યા, તો બીજીતરફ ભાજપ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું...

કોંગ્રેસે કાર્યવાહીની કડક નિંદા કરી

કોંગ્રેસ (Congress) નેતા પ્રમોદ તિવારી (Pramod Tiwari)એ કહ્યું કે, ભાજપ સરકાર તાનાશાહી વલણ અપનાવી પત્રકારો અને વિરોધ પક્ષના નેતાઓ સામે જબરદસ્તી, દમન, ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરવા માંગે છે. ખાસ કરીને જેઓ INDIA ગઠબંધન સાથે જોડાયેલા છે... કોંગ્રેસે સંજય સિંહ સામે કરાયેલી કાર્યવાહીની સખત નિંદા કરી છે.

CM કેજરીવાલે ભાજપ કર્યો કટાક્ષ

ઈડીની કાર્યવાહી મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેમના નિવાસ સ્થાને કશું જ મળશે નહીં. તેમણે કહ્યું કે, વર્ષ 2024ની ચૂંટણી આવી રહી છે, તેઓ જાણે છે કે, હારી જશે... આ તેમની નિરાશાનો પ્રયાસ છે, જેમ જેમ ચૂંટણીઓ નજીક આવશે, તેમ તેમ ED, CBI જેવી તમામ એજન્સીઓ એક્ટિવ થઈ જશે...

મંત્રી આતિશીએ કહ્યું, PM મોદી જાણે છે કે...

આપ સાંસદ સંજય સિંહ સામેની કાર્યવાહી મામલે દિલ્હીના મંત્રી આતિશી (Atishi Marlena)એ કહ્યું કે, છેલ્લા 15 મહિનાથી આ કથિત કૌભાંડમાં સીબીઆઈ-ઈડી તપાસ કરી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર અને તેમની તમામ એજન્સીઓ હજુ સુધી 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી શકી નથી અને કોઈપણ પુરાવા પણ મળ્યા નથી... આ દર્શાવે છે કે, ભાજપને આપથી ડર લાગે છે અને પીએમ મોદી જાણે છે કે, તેઓ લોકસભા ચૂંટણી હારી રહ્યા છે.

કેજરીવાલ સુધી તપાસ જશે : મનોજ તિવારી

સંજય સિંહ સામેની કાર્યવાહી અંગે ભાજપ સાંસદ મનોજ તિવારીના કહેવા મુજબ જેમણે નાણાં આપ્યા છે, તેમણે પોતે જ કહ્યું કે, નાણાં અપાયા છે, તેના કારણે જ ધરપકડ થઈ... સંજય સિંહની ધરપકડ દર્શાવે છે કે, માત્ર સંજય સિંહ જ નહીં પરંતુ આ તપાસ અરવિંદ કેજરીવાલ સુધી પણ જશે...

ધરપકડ બાદ સંજય સિંહે કાર્યકર્તાઓને આપ્યો સંદેશ, પત્નીએ પણ આપી પ્રતિક્રિયા, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

• લિકર કૌભાંડ કેસમાં EDએ AAP સાંસદ સંજયસિંહની ધરપકડ કરી, કાર્યકરો રોષે ભરાયા, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

  VIDEO : EDની કાર્યવાહી પર ભડક્યું AAP, ભાજપે કહ્યું, ‘CM કેજરીવાલ સુધી પહોંચશે તપાસ’ 2 - image


Google NewsGoogle News