Delhi Liquor Policy Case: AAP નેતા સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાવાઈ
Image Source: Twitter
- EDએ AAP નેતા સંજય સિંહની 4 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી
નવી દિલ્હી, તા. 21 ડિસેમ્બર 2023, ગુરૂવાર
Delhi Excise Policy Case: રાઉઝ એવન્યુ કોર્ટો દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સબંધિત મની લોન્ડરિંગ મામલે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડી આજે 10 જાન્યુઆરી સુધી લંબાવી દીધી છે.
આપ નેતા સંજય સિંહની EDએ તેમના સરકારી આવાસ પર કલાકો સુધી દરોડા અને પૂછપરછ બાદ 4 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. EDનો દાવો છે કે, એક્સાઈઝ પોલિસીમાં અનેક ડીલરોને ફાયદો પહોંચાડવા માટે તેમના પરથી કથિત રીતે પૈસા લીધા હતા.
દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સબંધિત મની લોન્ડરિંગ મામલે જ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આપ નેતા મનીષ સિસોદિયા જેલમાં બંધ છે. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પણ EDએ આ મામલે સવાલ કરવા માટે સમન્સ પાઠવ્યુ છે.