Get The App

તિહાર જેલમાં આ 6 લોકોને મળી શકશે કેજરીવાલ, કેસના પાંચ કેદી પણ આ જ જેલમાં બંધ

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
તિહાર જેલમાં આ 6 લોકોને મળી શકશે કેજરીવાલ, કેસના પાંચ કેદી પણ આ જ જેલમાં બંધ 1 - image


Arvind Kejriwal Tihar Jail : દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં મોકલી દેવાયા છે. તેમને જેલ નંબર-2માં એકલા રખાયા છે. આ બેરેક 14 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોંળી છે. તેમાં એક ટીવી લગાવાયું છે. ત્યાં એક સિમેન્ટનો ઊંચો ચબુતરો પણ છે. ચાર સુરક્ષા કર્મચારીઓ બેરેકની બહાર 24 કલાક તહેનાત રહેશે. કેજરીવાલે જેલમાં અભ્યાસ માટે કોર્ટ પાસે ત્રણ પુસ્તકોની માંગ કરી છે. તેમણે ભગવદ્ ગીતા, રામાયણ અને વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીની પુસ્તક ‘હાઉ પ્રાઈમ મિનિસ્ટર ડિસાઈડ’ પુસ્તકોની માંગ કરી છે. આ ઉપરાંત જેલમાં દવા રાખવાની મંજૂરી માંગી છે.

જેલમાં મળવા કેજરીવાલ 10 લોકોના નામ આપી શકશે

કેજરીવાલે જેલમાં મળવા માટે છ લોકોના નામ આપ્યા છે. નિયમ મુજબ જેલમાં જનાર કોઈપણ કેદી જે 10 લોકોને મળવા માંગતો હોય, તેમના નામ જેલ તંત્રને આપી શકે છે, ત્યારે કેજરીવાલે અત્યાર સુધીમાં માત્ર છ લોકોના નામ તિહાર જેલ વહિવટીતંત્રને લખાવ્યા છે. નિયમમાં એવું પણ કહેવાયું છે કે, જો કોઈ કેદી આપેલા નામ બદલવા ઈચ્છે તો તે બદલાવી પણ શકે છે.

કેજરીવાલે આ છ નામ આપ્યા

  • પત્ની સુનિતા કેજરીવાલ
  • પુત્ર પુલકિત કેજરીવાલ
  • પુત્રી હર્ષિતા કેજરીવાલ
  • મિત્ર સંદીપ પાઠક
  • પીએ વિભવ કુમાર
  • અન્ય મિત્ર

કેસના બાકીના આરોપીઓ પણ તિહાર જેલમાં

દિલ્હી લિકર પોલિસી કેસ (Delhi Liquor Policy Case)માં તિહારની જેલ નંબર-1માં મનીષ સિસોદિયા (Manish Sisodia), જેલ નંબર-5માં સંજય સિંઘ (Sanjay Singh), જેલ નંબર-7માં સત્યેન્દ્ર જૈન (Satyendar Jain), જેલ નંબર-6માં કે.કવિતા (K. Kavitha), જ્યારે જેલ નંબર-4માં વિજય નાયર (Vijay Nair) બંધ છે. ત્યારે અરવિંદ કેજરીવાલને આજથી જેલ નંબર-2માં બંધ કરાયા છે. તિહાર જેલને દેશ ઉપરાંત સાઉથ ઈસ્ટ એશિયાની સૌથી મોટી જેલ માનવામાં આવે છે. આ જ તિહાર જેલમાં દેશના ઘણા ખૂંખાર કેદીઓ બંધ છે.

કેજરીવાલે પૂછપરછમાં લીધા બે મંત્રીઓના નામ: EDના દાવાથી AAPમાં હડકંપ


Google NewsGoogle News