કેજરીવાલને એક જ દિવસમાં બીજો ઝટકો: પહેલા હાઈકોર્ટે જામીન રદ કર્યા, હવે CBIએ જેલમાંથી કરી ધરપકડ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
કેજરીવાલને એક જ દિવસમાં બીજો ઝટકો: પહેલા હાઈકોર્ટે જામીન રદ કર્યા, હવે CBIએ જેલમાંથી કરી ધરપકડ 1 - image

Delhi CM Arvind Kejriwal Bail : દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે એક જ દિવસમાં બીજો ઝટકો મળ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાના નીચલી અદાલતના આદેશને રદ કરી કેજરીવાલની મુશ્કેલી વધારી છે, ત્યારે હવે સીબીઆઈએ તિહાર જેલમાં તેમની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી છે.

આવતીકાલે કેજરીવાલની જામીન અરજી મુદ્દે સુનાવણી

મળતા અહેવાલો મુજબ આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં ઈડીની અરજી મુદ્દે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી થવાની છે. જોકે તેના એક દિવસ પહેલાં જ સીબીઆઈએ તિહાર જેલમાંથી કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે મની લોન્ડ્રિંગ કેસમાં જામીન અરજી મામલે સુનાવણી હાથ ધરાશે.

કેજરીવાલને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે

સીબીઆઈએ મુખ્યમંત્રી કેજરીવાલની દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તિહાર જેલમાં પૂછપરછ કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ તેમની ધરપકડ કરી છે. એજન્સીએ કેજરીવાલનું નિવેદન પણ રેકોર્ડ કર્યું છે. તેમને આવતીકાલે કોર્ટમાં હાજર કરવામાં આવશે અને એજન્સી તેમની કસ્ટડી માંગશે.

AAP નેતા સંજય સિંહનો ગંભીર આક્ષેપ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આક્ષેપ કર્યો છે કે, ‘સરકાર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. તેમણે કહ્યું કે, તેમના વિરુદ્ધ ખોટો કેસ બનાવાયો છે. કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની પુરી સંભાવના છે. જોકે તેમને જામી મળે તે પહેલા કેન્દ્રની ભાજપ સરકારે સીબીઆઈ સાથે મળીને કેજરીવાલ વિરુદ્ધ ખોટો કેસ તૈયાર કરી તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચ્યું છે. દેશભરના લોકો ભાજપ અને કેન્દ્ર સરકારનો અત્યાચાર અને અન્યાય જોઈ રહ્યા છે. તમામ લોકો કેજરીવાલની સાથે અને ભાજપના અત્યાચાર વિરુદ્ધ ઉભા છે અને એક સાથે મળીને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવશે.’

જેલમાં જ રહેશે કેજરીવાલ, દિલ્હી હાઈકોર્ટે જામીન આપનાર નીચલી અદાલતનો આદેશ રદ કર્યો

કરોડોની છેતરપિંડીના કેસમાં CBIની મોટી કાર્યવાહી, આ બેંકના ચાર કર્મચારી સામે કેસ નોંધ્યો

18 ધારાસભ્યો ઘરવાપસી કરવા તૈયાર! ચૂંટણી પહેલા આ રાજ્યમાં વધ્યું NDAનું ટેન્શન

રાહુલ ગાંધી બનશે લોકસભાના વિપક્ષના નેતા : પ્રોટેમ સ્પીકરનો મોકલાયું નામ

18 લાખ ફેક્ટરીઓ પર લાગ્યા તાળાં, 54 લાખ નોકરીઓ ગઈ: સરકારના જ અહેવાલમાં ઘટસ્ફોટ


Google NewsGoogle News