લિકર પોલિસી કેસમાં કેજરીવાલે હજુ જેલમાં જ રહેવું પડશે, જામીન અરજીની સુનાવણી ટળી

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
CM Arvind Kejriwal


Arvind Kejriwal Bail Application : કથિત દિલ્હી લિકર પોલિસીમાં મની લોન્ડ્રિંગના કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવાના વિરોધમાં આજે દિલ્હીની હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી. જો કે કોર્ટે સુનાવણી ટાળી દીધી છે. રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા કેજરીવાલને જામીન આપવાના વિરોધમાં કોર્ટમાં અરજી કરાઈ હતી. કોર્ટે આગામી સુનાવણી સાતમી ઓગસ્ટે હાથ ધરવાનો નિર્ણય લીધો છે. 

ભ્રષ્ટાચારના કેસમાં હજુ પણ જેલમાં બંધ રહેશે કેજરીવાલ

આ પહેલા હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે EDના કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા, જોકે તેઓ હજુ પણ જેલમાં બંધ છે, કારણ કે તેમના વિરુદ્ધ CBI દ્વારા દિલ્હી લિકર કૌભાંડ કેસમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી નવા જૂનીના એંધાણ!, શરદ પવારને મળવા પહોંચ્યા છગન ભુજબળ

કેજરીવાલના વકીલે માંગ્યો સમય

કેજરીવાલના વકીલે દિલ્હી હાઈકોર્ટમાં દલીલ કરી છે કે, સુપ્રીમ કોર્ટને આદેશ છે, તેથી તેમને વચગાળાના જામીન અપાયા છે. તેમણે કોર્ટમાં એવું પણ કહ્યું કે, ઈડીએ ગઈકાલે રાત્રે 11.00 કલાકે નવો જવાબ દાખલ કર્યો છે, તેથી અમારે વધુ સમય જોઈએ. કેજરીવાલના વકીલે સમય માંગ્યો છે. આ જ કારણે કોર્ટે આગામી સુનાવણી છ ઓગસ્ટ સુધી સ્થગિત કરી છે અને હવે સાતમી ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે.

કોર્ટમાં ઈડીની અરજી પહેલા કેજરીવાલે દાખલ કર્યો હતો જવાબ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેજરીવાલે ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી ઈડીની અરજી મુદ્દે જવાબ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ ઈડી દ્વારા જાસૂસીનો શિકાર બન્યા છે. તેમણે તર્ક આપ્યો કે, મારી જામીન રદ કરવાની ઈડીની અરજી વિચારવાને લાયક નથી અને તેમની અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા નિર્ણયથી તદ્દન અલગ છે.

આ પણ વાંચો : લોકસભા બાદ વિધાનસભામાં પણ હારનો ડર! પાડોશી રાજ્યમાં ભાજપ અપનાવશે 'માધવ ફોર્મ્યુલા'


Google NewsGoogle News