Delhi Liquor Scam Case: હવે 'કિંગપિન'નો નંબર આવશે, કેજરીવાલ પર BJPના પ્રહાર

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
Delhi Liquor Scam Case: હવે 'કિંગપિન'નો નંબર આવશે, કેજરીવાલ પર BJPના પ્રહાર 1 - image

Image Source: Twitter

- અરવિંદ કેજરીવાલે જે લોકોને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું હતું તે તમામ લોકો એક વર્ષથી જેલમાં: અનુરાગ ઠાકુર

નવી દિલ્હી, તા. 05 ઓક્ટોબર 2023, ગુરૂવાર

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ બીજેપી સતત આમ આદમી પાર્ટી પર પ્રહાર કરી રહી છે. સાંસદ સંજય સિંહની ધરપકડ પર પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ખુલ્લેઆમ કૌભાંડો કરવા અને પકડાઈ ગયા બાદ રાજનીતિ કરવી એ આમ આદમી પાર્ટીના સ્વભાવમાં જ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ તમામ ઘટના બાદ લોકો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર હસી રહ્યા છે. કેજરીવાલના ચહેરા પર તણાવ જોઈ શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેજરીવાલના ડેપ્યુટી સીએમ જેલમાં છે, સ્વાસ્થ્ય મંત્રી જેલ હવાલે છે. આ એ જ લોકો છે જેઓ ભારત વિરુદ્ધ ભ્રષ્ટાચારના નારા લગાવીને આગળ આવ્યા હતા પરંતુ હવે તેઓ જ ભ્રષ્ટાચારમાં સામેલ છે. 

'કિંગપિન'નો નંબર પણ આવશે

અનુરાગ ઠાકુરે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે 'કિંગપિન' હજુ પણ બહાર છે. તેમનો નંબર પણ આવશે. તપાસ ચાલી રહી છે અને અરવિંદ કેજરીવાલે જે લોકોને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું હતું તે તમામ લોકો એક વર્ષથી જેલ ભેગા છે.

સંબિત પાત્રાએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યુ

બીજી તરફ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યુ છે. આપ સાંસદની લીકર પોલીસી કૌભાંડ મામલે ED દ્વારા ધરપકડ કરવા મામલે પાત્રાએ કહ્યું કે, સંજય સિંહે મની લોન્ડરિંગ કરી હતી.

પાત્રાએ લગાવ્યા આ આરોપ

સંબિત પાત્રાએ કહ્યું કે, 2022માં CBIએ દિલ્હી લીકર પોલીસી કૌભાંડમાં કેસ નોંધ્યો હતો. આ કૌભાંડમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું તેથી EDએ પણ કેસ નોંધ્યો હતો. મનીષ સિસોદિયા અને આ કેસ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓ અને કેટલાક બિઝનેસમેન હાલમા જેલમાં બંધ છે.



Google NewsGoogle News