લિકર પોલિસી કેસના તમામ આરોપીઓ જેલ બહાર, બિઝનેસમેન અમિત અરોરા અને અમનદીપ સિંહને પણ જામીન

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
લિકર પોલિસી કેસના તમામ આરોપીઓ જેલ બહાર, બિઝનેસમેન અમિત અરોરા અને અમનદીપ સિંહને પણ જામીન 1 - image


Delhi Liquor Scam All Accused Bail Granted : દિલ્હી હાઈકોર્ટે કથિત લિકર ભ્રષ્ટાચારના કેસમાં પીએમએલએ (Prevention of Money Laundering Act) સંબંધિત એક મામલે બિઝનેસમેન અમિત અરોરા અને અમનદીપ સિંહ ઢલને નિયમિત જામીન આપી દીધી છે. જેનો અર્થ છે કે, ઈડીના લિકર ભ્રષ્ટાચાર મામલે તમામ આરોપીઓ હવે જેલની બહાર આવી ગયા છે. 

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કથિત લિકર ભ્રષ્ટાચાર સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં બિઝનેસમેન અમિત અરોરા અને અમનદીપ સિંહ ઢલને જામીન આપી દીધી છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ બંને આરોપીએને રાહત આપી દીધી છે. 

આ પણ વાંચોઃ કેજરીવાલે આતિશીને જ દિલ્હીના મુખ્યમંત્રી કેમ બનાવ્યાં? જાણો સાત મુખ્ય કારણ

2022 માં કરાઈ હતી ધરપકડ

ED અને  CBI અનુસાર, દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 ને સંશોધિત કરતા સમયે અનિયમિતતાઓ હતી અને લાયસન્સ ધારકોને અયોગ્ય લાભ કરાવાયો હતો. દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021 ના દિવસે એક્સાઇઝ પોલિસી લાગૂ કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારના આરોપોની વચ્ચે સપ્ટેમ્બર 2022 ના અંતમાં તેને રદ્દ કરી દીધી. 

ગુરૂગ્રામ સ્થિત બડી રિટેલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અમિત અરોરાને ઈડીએ 29 નવેમ્બર, 2022 એ પીએમએલએ (Prevention of Money Laundering Act) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ દાવો કર્યો હતો કે, અરોરા AAP નેતા મનીષ સિસોદિયાના નજીકના સહયોગી હતા અને બંને લિકર લાયસન્સધારકો ગેરકાયદેસર ભેગા કરાયેલા નાણાંના 'વ્યવસ્થાપન અને હેરાફેરી' માં સક્રિય રીતે સામેલ હતાં. 

તમામ આરોપીઓને મળી ગઈ જામીન

કેન્દ્રીય તપાસ એજન્સીઓ અનુસાર, બ્રિંડકો સેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટ ઢલ કથિત રીતે અન્ય આરોપી સાથે ષડયંત્ર કરી લિકર પોલિસીના નિર્માણમાં સક્રિય રીતે સામેલ હતાં. જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરે જામીન આપી દીધી છે. કેજરીવાલે પોતાનું પદ છોડી દીધું છે અને તેમની જગ્યાએ આતિશીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલાં મનીષ સિસોદિયા અને સંજય સિંહને પણ જામીન મળી ગઈ હતી અને હવે તમામ આરોપી જેલની બહાર છે.  

શું છે દિલ્હી લિકર કૌભાંડ? 

નવેમ્બર, 2021 માં દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે નવી લિકર પોલિસી લાગુ કરી. આ પહેલાં દિલ્હીમાં દારૂની 864 દુકાનો હતી, જેમાંથી 475 સરકારી હતી. પરંતુ, નવી નીતિ હેઠળ સરકાર દારૂના વેપારથી સંપૂર્ણ રીતે બહાર આવી ગઈ અને તેને ખાનગી હાથોમાં સોંપી દીધો. નવી નીતિ આવવાથી પહેલાં 750 એમએલની એક બોટલ પર દારૂના વેપારીઓને 33.35 રૂપિયા રિટેલ માર્જિન મળતું હતું, પરંતુ નવી નીતિ બાદ 363.24 થઈ ગયું.

આ પ્રકારે, પહેલાં એક બોટલ 530 રૂપિયાની મળતી હતી, જે બાદમાં વધીને 560 રૂપિયાની થઈ ગઈ. તેનાથી એક બાજુ વેપારીઓને તો મોટી કમાણી થઈ, બીજી બાજુ દારૂના વેચાણ પર લાગતી એક્સાઇઝ ડ્યૂટીથી થતી સરકારની કમાણી ઘટી ગઈ. પહેલાં 530 રૂપિયાની બોટલ પર દિલ્હી સરકાર 223.89 રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી વસૂલતી હતી, પરંતુ નવી નીતિ હેઠળ સરકારે હોલસેલ ભાવ પર એક્સાઇઝ ડ્યૂટી 1% કરી દીધી. 


દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવે કરી ફરિયાદ

નવી લિકર પોલિસીના કારણે દારૂના વેપારીઓને 530 રૂપિયાની બોટલ પર ફક્ત 1.88 રૂપિયા જ એક્સાઇધઝ ડ્યૂટી આપવી પડી. જોકે, ગ્રાહક પાસેથી આ બોટલ પર 30 રૂપિયા લેવામાં આવ્યા. 8 જુલાઈ, 2022 ના દિવસે દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવ નરેશ કુમારે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને રિપોર્ટ સોંપ્યો. જેમાં તત્કાલીન આબકારી મંત્રી મનીષ સિસોદિયા પર ખોટી રીતે દારૂની નીતિ તૈયાર કરવાનો આરોપ લગાવ્યો. મુખ્ય સચિવે આબકારી નીતિ 2021-22 દ્વારા સરકારી ખજાનાને 580 કરોડ રૂપિયાના નુકસાનનું અનુમાન લગાવ્યું. 

આ રિપોર્ટ પર એલજીએ સીબીઆઈ તપાસની ભલામણ કરી. 17 ઓગસ્ટ 2022 ના દિવસે સીબીઆઈએ કેસ નોંધ્યો. જેમાં મનીષ સિસોદિયા, ત્રણ પૂર્વ સરકારી ઓફિસર, 9 વેપારીઓ અને બે કંપનીઓને આરોપી બનાવાયા. ભ્રષ્ટાચારમાં પૈસાની હેરાફેરીના આરોપ હતાં, તેથી ઈડી પણ સામેલ થઈ ગઈ. કેસ નોંધાયા બાદ સીબીઆઈ અને ઈડીના દરોડા અને ધરપકડ શરૂ થઈ ગઈ. ઈડી અને સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો કે, 2021-22 ની આબકારી નીતિના કારણે દિલ્હી સરકારને કથિત રીતે 2,873 કરોડનું નુકસાન પહોંચ્યું છે.


Google NewsGoogle News