હવે ઘૂસણખોર બાંગ્લાદેશીઓની ખેર નહીં... દિલ્હીના રાજ્યપાલે કડક કાર્યવાહીના આપ્યા આદેશ
Bangladeshi Immigrant : દિલ્હીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવના આદેશ અપાયા છે. ઉપરાજ્યપાલ સચિવાલયે આ મામલે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. તેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા કહેવાયું છે. તેઓ સામે બે મહિના સુધી વિશેષ અભિયાન શરૂ કરવા પણ કહેવાયું છે. પત્રમાં ગેરકાયદેસર વસાહતીઓની ઓળખ કરવાનો અને તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે.
‘ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી વિરુદ્ધ કડક કાર્યવાહી કરો’
આ પહેલા દરગાહ હજરત નિજામુદ્દીન, બસ્તી હજરત નિજામુદ્દીનના પ્રમુખ ઉલેમાઓ સહિત શહેરના મુસ્લિમ સમાજના લોકોએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના (Vinai Kumar Saxena) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દૂઓ અને લઘુમતી સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર પર ચિંતા વ્યક્ત કરાઈ હતી.
‘બાંગ્લાદેશીઓને ભાડે મકાન ન આપવા જોઈએ’
તેઓએ રાજ્યપાલ સમક્ષ માંગ કરી છે કે, દિલ્હીમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. એવી પણ માંગ કરવામાં આવી છે કે, દિલ્હીમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ભાડે મકાન ન આપવા જોઈએ. જે લોકોએ મકાન ભાડે આપ્યા છે, તે ખાલી કરાવી દેવા જોઈએ. તેઓને કોઈપણ સ્થળે રોજગાર ન આપવાની પણ માંગ કરાઈ છે.
આ પણ વાંચો : કેજરીવાલની મોટી જાહેરાત, દિલ્હીના તમામ રીક્ષાવાળાઓને મળશે 10 લાખનો વીમો