દિલ્હીની સ્કૂલમાં બોમ્બની ધમકીથી હડકંપ, પોલીસ એક્શનમાં

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
દિલ્હીની સ્કૂલમાં બોમ્બની ધમકીથી હડકંપ, પોલીસ એક્શનમાં 1 - image

Image Source: Twitter

- બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલ કેમ્પસની તલાશી લેવામાં આવી

નવી દિલ્હી, તા. 21 સપ્ટેમ્બર 2023, ગુરૂવાર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક સ્કૂલમાં બોમ્બની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. આ ધમકી બાદ સાવચેતીના ભાગરૂપે સ્કૂલ કેમ્પસને ખાલી કરી દેવામાં આવ્યુ હતું.

આ ઘટના સાઉથ દિલ્હીના આરકે પૂરમ સ્કૂલની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. આ સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે. ઘટના સ્થળ પર બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ વિભાગ અને સ્થાનિક પોલીની ટીમ પહોંચી ગઈ છે. 

બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલ કેમ્પસની તલાશી લેવામાં આવી હતી. ઈમેલ કાલે આવ્યો હતો. આજે સવારે જોયા બાદ સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા પોલીસને કોલ કરવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રિન્સિપાલના રૂમની આસપાસ બોમ્બ રાખવામાં આવ્યો છે. સવારે બોમ્બની ધમકી મળ્યા બાદ કલાકો સુધી ચાલેલી તલાશીમાં કંઈ મળ્યું નહોતું તેથી આ મેલને ફેક જાહેર કરવામાં આવ્યો હતો.

આરકે પૂરમના સેક્ટર-3માં સ્થિત લાલા બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં આ આમેલ આવ્યો હતો. પોલીસ મેલના આઈપી એડ્રેસ સહિત અન્ય તકનીકી માહિતી એકત્ર કરી રહી છે. 

સ્કૂલ વહીવટી તંત્રએ આશંકા વ્યક્ત કરી હતી કે, આની પાછળ કેટલાક શરારતી બાળકોનો હાથ હોઈ શકે છે. જોકે, સ્થાનિક પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 



Google NewsGoogle News