દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રો લખેલાં મળતાં ખળભળાટ, પોલીસ દોડતી થઇ

Updated: May 12th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રો લખેલાં મળતાં ખળભળાટ, પોલીસ દોડતી થઇ 1 - image


Khalistan Slogan Found In Delhi Metro Station : દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો ધમધોકાટ જોવા મળી રહ્યો છે. ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે 13મીએ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રો લખેલાં મળતાં ખળભળાટ મચ્યો છે. આ સૂત્રો લખારનું નામ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

સૂત્રો લખનાર વ્યક્તિની શોધખોળ શરૂ

મળતા અહેવાલો મુજબ દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રો લખેલા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે મેટ્રો સ્ટેશન પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ત્યાં લખેલા દેશ વિરોધી સૂત્રોને પણ દૂર કરી દેવાયા છે. પોલીસે સ્ટેશન પર સૂત્રો લખનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી દીધી છે તેમજ સીસીટીવી ફુટેજ પર તપાસવામાં શરૂ કરી દીધા છે.

પન્નૂના ઈશારે લખાયા સૂત્રો

મીડિયા રિપોર્ટ મુજબ 'ખાલિસ્તાન ઝિંદાબાદ' સૂત્રકાંડમાં અમેરિકાના બેઠેલા કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી ગુરુપવંત સિંહ પન્નૂ (Gurpatwant Singh Pannu)નું નામ આવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, દિલ્હી મેટ્રો સ્ટેશન પર આ સૂત્રો મારા ઈશારે લખાયા છે. હાલ દિલ્હી પોલીસ (Delhi Police) અને મેટ્રો પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

આવી ઘટના અગાઉ બે વખત બની હતી

ઉલ્લેખનીય છે કે, અગાઉ માર્ચ મહિનામાં દિલ્હીના પંજાબી બાગ મેટ્રો સ્ટેશન (Punjabi Bagh Metro Station) પર એક થાંભળા પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખાયા હતા. જ્યારે આ પહેલા 26 જાન્યુઆરીએના થોડા દિવસો પહેલા ઉત્તર નગર વિસ્તારમાં એક સરકારી સ્કૂલની દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં વાતો લખાઈ હતી.


Google NewsGoogle News