દિલ્હીમાં ફિલ્મી ઢબે 25 કરોડની ચોરી કરનારા 3 બદમાશ પોલીસના સકંજામાં, છત્તીસગઢથી ઝડપાયાં

દિલ્હીના જંગપુરામાં રવિવારે એક જ્વેલર્સ શો રૂમથી 25 કરોડની ચોરી કરવામાં આવી હતી

છત્તીસગઢ પોલીસે દુર્ગથી 7 ચોરીને અંજામ આપનારા લોકેશ શ્રીવાસની સ્મૃતિનગર પોલીસ સ્ટેશનની હદમાંથી પકડ્યો

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં ફિલ્મી ઢબે 25 કરોડની ચોરી કરનારા 3 બદમાશ પોલીસના સકંજામાં, છત્તીસગઢથી ઝડપાયાં 1 - image

દિલ્હીમાં જ્વેલરી શોરૂમ (Delhi robbery case)માં 25 કરોડ (25 Crore robbery) ની ચોરીના મામલે છત્તીસગઢ (chattishgarh police)થી ત્રણ બદમાશોની ધરપકડ કરવામાં આવી છે.  તેમાંથી એક બદમાશ કુખ્યાત ચોર હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો મુજબ પોલીસે તેમની પાસેથી રિકવરી પણ કરી છે. 

25 કરોડના સોના-હીરાના દાગીનાની ચોરીનો કેસ 

ખરેખર તો દિલ્હીના જંગપુરામાં રવિવારે એક જ્વેલર્સ શો રૂમથી 25 કરોડની ચોરી કરવામાં આવી હતી. આ શો રૂમ ઉમરાવ સિંહ (Delhi jewellery showroom ) અને મહાવીર પ્રસાદ જૈનનો છે. ચોરોએ દુકાનમાં રાખેલી 20થી 25 કરોડ રૂપિયાના હીરા અને સોનાના ઘરેણાની ચોરી કરી હતી. તેઓ દીવાલ કાપીને શોરૂમમાં પ્રવેશ્યા હતા. 

7 ચોરી કરી ચૂક્યા હતા ચોરો 

છત્તીસગઢ પોલીસે દુર્ગથી 7 ચોરીને અંજામ આપનારા લોકેશ શ્રીવાસની સ્મૃતિનગર પોલીસ સ્ટેશનની હદમાંથી પકડ્યો હતો. તેની પાસેથી દિલ્હી શોરુમથી ચોરી કરાયેલા 18 કિલો સોના અને હીરાના દાગીના અને 12.50 લાખ રૂપિયાની કેશ પણ મળી આવી હતી. પોલીસે લોકેશના બીજા સાથી શિવા ચંદ્રવંશીને કવર્ધાથી જ્વેલરી સહિત 28 લાખની મત્તા સાથે પકડી પાડ્યો હતો. પોલીસ આરોપીઓને દિલ્હી લાવી રહી છે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News