Get The App

'દેશમાં 1947 કરતાં પણ બદતર સ્થિતિ, PM મોદી દખલ કરે...', શાહી ઈમામ બુખારીની અપીલ

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
'દેશમાં 1947 કરતાં પણ બદતર સ્થિતિ, PM મોદી દખલ કરે...', શાહી ઈમામ બુખારીની અપીલ 1 - image


Syed Ahmed Bukhari: દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના મુસ્લિમો સાથે વાત કરવાની ભાવુક અપીલ કરી છે. અહેમદ બુખારીએ આ અપીલ શુક્રવાર (6 ડિસેમ્બર) નમાઝ બાદ કરી, જ્યારે દેશમાં મસ્જિદોના સર્વેક્ષણને લઈને સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે. બુખારીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પોતાની ખુરશીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને મુસ્લિમોનું દિલ જીતવું જોઈએ. 

ઈમામ બુખારીએ વડાપ્રધાન મોદીને કહ્યું કે, 'તમે જે ખુરશી પર બેઠા છો, તે ખુરશીનો ન્યાય કરો. મુસ્લિમોનું દિલ જીતો અને એવા ઉપદ્રવીઓને રોકો જે સતત દેશનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે સ્થિતિ 1947થી પણ ખરાબ થઈ ગઈ છે અને આ સ્થિતિ દેશના ભવિષ્યને લઈને ચિંતા ઊભી કરે છે. બુખારીએ જ્યારે કહ્યું કે, દેશ કઈ દિશામાં જશે તે કોઈ નથી જાણતું, આ દરમિયાન તેમની આંખોમાં આંસુ હતાં. 

આ પણ વાંચોઃ Explainer: સંભલ જામા મસ્જિદ વિવાદ, અહીં મંદિર હતું કે નહીં એવો સરવે કરવાની જરૂર કેમ પડી?

વડાપ્રધાન મોદીને તાત્કાલિક પગલાં લેવાની કરી અપીલ

બુખારીએ  24 નવેમ્બરે સંભલ જિલ્લામાં મસ્જિદના સરવે દરમિયાન થયેલી હિંસાને ટાંકીને વડાપ્રઘાન મોદીને તુરંત પગલા લેવાની અપીલ કરી. તેઓએ સલાહ આપી કે, આ તણાવને ખતમ કરવા ત્રણ હિન્દુ અને ત્રણ મુસ્લિમને વાતચીત કરવા માટે આમંત્રિત કરવામાં આવે. દેશનો માહોલ સુધારવા માટે આ વાતચીતની સખત જરૂરત છે.

સંભલ અને અજમેરમાં મસ્જિદોના સરવે બાદ તણાવની સ્થિતિ

સંભલમાં 19 નવેમ્બરે શાહી જામા મસ્જિદના સરવે દરમિયાન તણાવમાં વધારો થયો, જ્યારે એક અરજીના આધારે દાવો કરવામાં આવ્યો કે, આ સ્થળ પર પહેલાં હરિહર મંદિર હતું. 24 નવેમ્બરે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) તરફથી મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં ચાર લોકોની મોત થઈ ગઈ અને ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનાએ સાંપ્રદાયિક તણાવમાં વધારો કર્યો હતો. 

આ પણ વાંચોઃ મસ્જિદના મૂળમાં મંદિરની શોધ કરવાની છૂટ કાયદો આપે છે ખરો? જાણો, શું કહે છે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ?

અજમેર શરીફ દરગાહ પર વિવાદ

અજમેરમાં પણ એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અજમેર શરીફ દરગાહ એક શિવ મંદિરની ઉપર બનાવવામાં આવ્યું હતું. રાજસ્થાનની અદાલતે આ અરજીનો સ્વીકાર કરતાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અજમેર દરગાહ સમિતિ અને અલ્પસંખ્યક મંત્રાલયને નોટિસ આપી છે. આ અરજી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની તરફથી દાખલ કરવામાં આવી છે. 

મંદિર-મસ્જિદ વિવાદ પર શું બોલ્યા બુખારી? 

બુખારીએ આગળ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને વધારવામાં આવે અને મંદિર-મસ્જિદ વિવાદને પાછળ છોડી આગળ વધવામાં આવે. આ વિવાદોના કારણે દેશનો માહોલ ખરાબ થઈ રહ્યો છે અને તેનું ભવિષ્ય અનિશ્ચિત છે. 


Google NewsGoogle News