Get The App

'પરીક્ષા રદ થઈ જાય એટલે..' દિલ્હીમાં સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી વિદ્યાર્થીઓએ જ આપી હતી

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
'પરીક્ષા રદ થઈ જાય એટલે..' દિલ્હીમાં સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી વિદ્યાર્થીઓએ જ આપી હતી 1 - image


Delhi School Students Bomb Threat News | તાજેતરમાં જ દિલ્હીની ઘણી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ આપવામાં આવી હતી. હવે આ મામલે દિલ્હી પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ ધમકી વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ શાળાઓને આપવામાં આવી હતી અને ચોંકાવનારી વાત એ છે કે આ વિદ્યાર્થીઓ એ જ સ્કૂલમાં ભણે છે. 

જાણો કેમ ધમકી આપી હતી.. 

માહિતી અનુસાર જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તેમાં એક વેંકટેશ્વરા ગ્લોબલ સ્કૂલ હતી, જેને 28 નવેમ્બરે રોહિણી પ્રશાંત વિહાર PVR મલ્ટીપ્લેક્સમાં રહસ્યમય વિસ્ફોટના એક દિવસ બાદ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઈમેલ શાળામાં અભ્યાસ કરતા ભાઈ-બહેનોએ મોકલ્યો હતો કારણ કે તેઓ ઈચ્છતા હતા કે પરીક્ષા સ્થગિત થઈ જાય. 

પોલીસે જુઓ શું કાર્યવાહી કરી... 

અધિકારીએ જણાવ્યું હતું કે, કાઉન્સેલિંગ દરમિયાન બંને વિદ્યાર્થીઓએ ખુલાસો કર્યો હતો કે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અગાઉ મળેલી ધમકીની ઘટનાઓથી પ્રેરાઈને અમારા મનમાં આ વિચાર આવ્યો હતો. જોકે તેમના માતા-પિતાને આ મામલે ચેતવણી આપ્યા પછી, બાળકોને જવા દેવામાં આવ્યા.

11 દિવસમાં 100થી વધુ શાળાઓને ધમકી

એ જ રીતે અન્ય એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રોહિણી અને પશ્ચિમ વિહારમાં આવેલી અન્ય બે શાળાઓએ તેમના વિદ્યાર્થીઓને ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા. તેનું કારણ એ પણ હતું કે વિદ્યાર્થીઓ ઇચ્છતા હતા કે શાળા બંધ જ રહે. બોમ્બની ધમકીને કારણે છેલ્લા 11 દિવસમાં દિલ્હીની 100થી વધુ શાળાઓમાં અરાજકતાનો માહોલ ફેલાયો છે. 'પરીક્ષા રદ થઈ જાય એટલે..' દિલ્હીમાં સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી વિદ્યાર્થીઓએ જ આપી હતી 2 - image




Google NewsGoogle News