Get The App

મોદીના મંત્રીની પત્નીને 50 લાખ રૂપિયા આપશે TMC સાંસદ, માનહાનિ કેસમાં આદેશ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
મોદીના મંત્રીની પત્નીને 50 લાખ રૂપિયા આપશે TMC સાંસદ, માનહાનિ કેસમાં આદેશ 1 - image



Political News: ચૂંટણી દરમિયાન વિવિધ રાજકારણીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા હોય તે વાત સામાન્ય છે. પરંતુ કેટલીકવાર આ આરોપો ખોટા પણ હોય છે. જેના લીધે ઘણીવાર ખોટા આરોપ લગાવનાર રાજકારણીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ તૃણમુલ સાંસદ સાકેત ગોખલે (TMC MP Saket Gokhle) પણ એવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, દિલ્હી હાઇકોર્ટે (Delhi HighCourt) આજે તૃણમુલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલે વિરૂદ્ધ આદેશ આપ્યો છે. જે મુજબ સાકેતે માનહાનિના કેસમાં 50 લાખ રૂપિયા કેન્દ્રિયમંત્રી હરદીપ સિંહ (Cabinet minister Hardeep Singh)ની પત્ની લક્ષ્મીપુરી (Lakshmi puri)ને આપવા પડશે. 

શું છે મામલો?
ઉલ્લેખનિય છે કે, સાકેત ગોખલેએ કેન્દ્રિયમંત્રી હરદીપ સિંહની પત્ની લક્ષ્મીપુરી પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે તેમની અઘોષિત સંપત્તિથી સ્વિટ્ઝરલેન્ડમાં પ્રોપર્ટી ખરીદી છે. જે મામલે રાજ્યસભા સાંસદ સાકેત વિરૂદ્ધ લક્ષ્મીપુરીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે લક્ષ્મીપુરીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સાકેત ગોખલેને તેમને 50 લાખ રૂપિયા આપવાની સાથે મોટા સમાચાર પત્રમાં માફીનામું છપાવવા ઉપરાંત એક્સ (X-પૂર્વ ટ્વિટર) પર પણ માફી માગવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ પણ કોર્ટે કરી હતી ટકોર
કોર્ટે ટીએમસી સાંસદને આદેશ આપ્યો કે, તેમણે 8 અઠવાડિયાની અંદર આ આદેશ પર અમલ કરવો પડશે. કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન 2021માં જ ગોખલેને માનહાનિ કરનારી ટ્વિટ્સ હટાવવાનો આદેશ આપ્યો હતો તેમજ પરિવાર અંગે આવા આરોપ લગાવતાં ટ્વિટ ન કરવા જણાવ્યું હતું.


Google NewsGoogle News