ભારત પસંદ ના હોય તો છોડીને જતા રહો, નહીંતર...' વિકીપીડિયા પર કેમ ભડકી દિલ્હી હાઈકોર્ટ?

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
ભારત પસંદ ના હોય તો છોડીને જતા રહો, નહીંતર...' વિકીપીડિયા પર કેમ ભડકી દિલ્હી હાઈકોર્ટ? 1 - image


Delhi high court : દિલ્હી હાઈકોર્ટે ન્યુઝ એજન્સી ANIની માનહાનિની અરજીના આધારે વિકિપીડિયાને નોટિસ ફટકારી છે. તેમાં કહેવાયું છે કે, હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા અગાઉના આદેશમાં ANIના 'વિકિપીડિયા પેજ' પર અપમાનજનક સુધારા કરનારા સબ્સ્ક્રાઇબર્સની માહિતી જાહેર કરવાની સૂચના અપાઈ હતી, પરંતુ તેનું પાલન થયું નથી.

આ પણ વાંચો : VIDEO: સિક્કિમમાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાર જવાન શહીદ

'જો તમને ભારત પસંદ ન હોય તો અહીં કામ બંધ કરી દો'

વિશ્વભરના વ્યક્તિત્વ અને ઘટનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપતી વેબસાઈટ વિકીપીડિયાને દિલ્હી હાઈકોર્ટે સખત ઠપકો આપ્યો છે. કોર્ટે ન્યૂઝ એજન્સી ANIની વિગતો આપતા પેજમાં સુધારા કરવા મામલે વિકીપીડિયાને કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી છે. બેન્ચે કહ્યું કે 'જો તમને ભારત પસંદ ન હોય તો અહીં કામ બંધ કરી દો. અમે સરકારને કહીશું કે ભારતમાં વિકીપીડિયાને બ્લોક કરી દો.' આ મુદ્દે હાઈકોર્ટે વિકીપીડિયાને માનહાનિની નોટિસ જારી કરી છે અને પૂછ્યું છે કે, શા માટે તેમણે બેન્ચના આદેશનું પાલન ન કર્યું. 

'આ વર્તમાન સરકારનું પ્રચાર સાધન છે.'

ન્યૂઝ એજન્સી ANIએ વિકીપીડિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. એજન્સીનું કહેવુ હતું કે, 'તેમના વિશે આપવામાં આવેલી માહિતીમાં કરાયેલા સુધારાથી અમારી બદનક્ષી થઈ રહી છે.' કોઈએ એજન્સી વિશે વિકિપીડિયા પેજમાં સુધારો કર્યો હતો અને લખ્યું હતું કે, 'આ વર્તમાન સરકારનું પ્રચાર સાધન છે.' આ અંગે સુનાવણી કરતી વખતે કોર્ટે વિકીપીડિયાને આદેશ આપ્યો હતો કે પેજમાં ફેરફાર કરનારા ત્રણ લોકો વિશે માહિતી આપે. આ જ કેસમાં અમલ ન થવા અંગે ફરિયાદ કરતાં એજન્સીએ ગુરુવારે હાઈકોર્ટમાં માનહાનિની ​​અરજી દાખલ કરી હતી.

તમારી સામે માનહાનિના પગલાં લેવામાં આવી શકે છે: કોર્ટ

આ મુદ્દે વિકીપીડિયાના વકીલે કહ્યું કે 'અમે આ અંગે તમારા ઓર્ડર મુજબ કેટલીક માહિતી આપી છે. અમને કોર્ટમાં હાજર થવાનો સમય આપો કારણ કે વિકીપીડિયાનું કામ ભારતમાંથી થતું નથી.' તેના પર જસ્ટિસ નવીન ચાવલાએ આ અંગે સખત વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું કે, અગાઉ પણ વિકીપીડિયાએ આવી જ દલીલ કરી હતી, તેથી તેને નકારી કાઢવામાં આવે છે. બેન્ચે વિકીપીડિયાને ચેતવણી આપતા કહ્યું કે, તમારી સામે માનહાનિના પગલાં લેવામાં આવી શકે છે.

'અમે સરકારને કહીશું,  તમને અહીં બ્લોક કરી દેવામાં આવે'

હાઈકોર્ટે કહ્યું કે 'અમે તમારી સામે માનહાનિ અંગે પગલાં લઈશું. તમારા ધંધાકીય વ્યવહારો બંધ કરી દઈશું. અમે સરકારને કહીશુ કે વિકીપીડિયાને બ્લોક કરી દેવામાં આવે. તમે લોકોએ આ પહેલા પણ આવી દલીલ કરી હતી. જો તમને ભારત પસંદ નથી, તો કૃપા કરીને ભારતમાં કામ ના કરશો. આ સાથે કોર્ટે વિકીપીડિયાને માનહાનિ નોટિસ જારી કરી છે અને કેસની આગામી સુનાવણી ઓક્ટોબરમાં નક્કી કરવામાં આવી છે. 


Google NewsGoogle News