તંત્રના એક પણ વ્યક્તિને જેલમાં નાંખ્યો? કોચિંગ દુર્ઘટના મામલે દિલ્હી હાઇકોર્ટની ફટકાર
Delhi High Court Slams MCD: દિલ્હી હાઇકોર્ટે રાઉની IAS ઍકેડેમીના ભોંયરામાં ત્રણ UPSC વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ બુધવારે MCD, દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી, સરકાર, દિલ્હી પોલીસ અને તપાસ અધિકારીની ઝાટકણી કાઢી હતી. આ સાથે હાઇકોર્ટે આ કેસમાં તપાસ પદ્ધતિ પર પણ ટીકા કરતાં કહ્યું હતું કે, આ ગુનાહિત બેદરકારીનો મામલો છે અને તે સુનિશ્ચિત કરાશે કે આ કેસમાં જવાબદારી નક્કી થાય.
એસીજે મનમોહનની અધ્યક્ષતા હેઠળની હાઇકોર્ટની બેન્ચે તપાસ અધિકારી, ડીસીપી અને એમસીડી કમિશ્નરને શુક્રવારે આગામી સુનાવણીમાં વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાની સૂચના આપી હતી.
આ કેવા પ્રકારની વિચિત્ર તપાસ છે?
હાઇકોર્ટની બેન્ચે વધુમાં ટિપ્પણી કરતાં કહ્યું કે, "જો તપાસ અધિકારીના જવાબથી અમને સંતોષ નહીં થાય તો તે CVC અથવા લોકપાલ જેવી કેન્દ્રિય એજન્સીને તપાસ સોંપી દેશે. આ કેવા પ્રકારની વિચિત્ર તપાસ ચાલે છે? તમે કોઈ રાહદારીને ઉપાડી રહ્યા છો અને તે માત્ર એટલા માટે કે એક SUV બિલ્ડિંગની નજીકથી પસાર થઈ, તમે કહી રહ્યા છો કે આ ઘટના તેના કારણે થઈ છે?"
હાઇકોર્ટે સિસ્ટમમાં ખામીઓ અને DDA, MCD, દિલ્હી જળ બોર્ડના અતિવ્યાપી અધિકારક્ષેત્રને ફ્લેગ કર્યું હતું, જે શહેરમાં અરાજકતાનું કારણ બની રહ્યું છે. એસીજે મનમોહને જણાવ્યું કે, "તમે એટલી બધી સત્તાઓ બનાવી છે કે, તે દરેક તમારા પર તેમની જવાબદારીઓ થોપી રહ્યા છે!"
MCD એ એફિડેવિટ ફાઇલ કરવી જોઈએ
એસીજે મનમોહને કહ્યું, "તમે એટલી બધી સત્તાઓ બનાવી છે કે, તે બધા પોતાની જવાબદારીઓ તમારા પર થોપવા માંગે છે!" આ સાથે હાઇકોર્ટે MCDના વરિષ્ઠ અધિકારીઓને ઘટના સ્થળની મુલાકાત લેવાની સૂચના આપી હતી. અને MCDને એક એફિડેવિટ દાખલ કરી તેમણે શું પગલાં લીધાં છે, તે જણાવવા કહ્યું હતું. દિલ્હી પોલીસને પણ તપાસની સ્થિતિ જણાવવા માટે એફિડેવિટ દાખલ કરવાની સૂચના આપી હતી.