Get The App

‘માત્ર UPSC જ નહીં, આખા સમાજ સાથે છેતરપિંડી’ દિલ્હી હાઇકોર્ટે પૂજા ખેડકરની જામીન અરજી ફગાવી

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
‘માત્ર UPSC જ નહીં, આખા સમાજ સાથે છેતરપિંડી’ દિલ્હી હાઇકોર્ટે પૂજા ખેડકરની જામીન અરજી ફગાવી 1 - image


Puja Khedkar News : દિલ્હી હાઇકોર્ટે બરતરફ કરાયેલી ટ્રેઇની IAS પૂજા ખેડકરની આગોતરા જામીન ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, ‘પૂજા ખેડકરે માત્ર તે સંસ્થા (UPSC) સાથે જ નહીં, આખા સમાજ સાથે છેતરપિંડી કરી છે. તેથી તેમની આગોતરા જામીન ફગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની વચગાળાની સુરક્ષા પર રદ કરવામાં આવી છે.’

પૂજા પર છેતરપિંડી કરવાનો આક્ષેપ

પૂજા પર સિવિલ સર્વિસ પરીક્ષામાં છેતરપિંડી કરવાનો તેમજ ખોટા દસ્તાવેજોના આધારે ઓબીસી તેમજ વિકલાંગ ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ જ કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુપીએસસીએ તેમની ઉમેદવારી પણ રદ કરી દીધી હતી તેમજ નોકરીમાંથી બરતરફ કરી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

UPSCએ પૂજાની ઉમેદવારી રદ કરી હતી

કેન્દ્ર સરકારે પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરી હતી. સરકારે IAS (પ્રોબેશન) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ તાત્કાલિક અસરથી પૂજાને ભારતીય વહીવટી સેવામાંથી (IAS) મુક્ત કરી દેવામાં આવી હતી. સરકારે UPSC પરીક્ષામાં OBC અને વિકલાંગતા ક્વોટાનો દુરુપયોગ કરવા બદલ પૂજા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અગાઉ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) 31 જુલાઈએ પૂજાની ઉમેદવારી રદ કરી હતી. આ ઉપરાંત, પૂજાને ભવિષ્યની પરીક્ષાઓમાંથી પણ વંચિત રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

પૂજાએ OBC અને PWBD ક્વોટા હેઠળ પરીક્ષા આપી 

પૂજા ખેડકરે 2020-21માં OBC ક્વોટા હેઠળની પરીક્ષામાં 'પૂજા દિલીપરાવ ખેડકર' નામ સાથે હાજર રહી હતી. 2021-22માં તમામ પ્રયાસો પૂર્ણ કર્યા પછી, પૂજાએ OBC અને PWBD (પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ) ક્વોટા હેઠળ પરીક્ષા આપી હતી. આ પછી તેણે 'પૂજા મનોરમા દિલીપ ખેડકર' નામનો ઉપયોગ કર્યો હતો. પૂજાએ ઓલ ઇન્ડિયા લેવલ પર 821 રેન્ક મેળવ્યો હતો.

બરતરફ કરાયેલી પૂજા ખેડકર કોણ છે?

મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની રહેવાસી પૂજા ખેડકર એક તાલીમાર્થી (ટ્રેઇની) આઇએએસ અધિકારી હતી. બત્રીસ વર્ષીય પૂજા ખેડકર 2023 બૅચની અધિકારી હતી અને તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી)ની પરીક્ષામાં દેશભરમાં 841મો ક્રમાંક મેળવ્યો હતો. તે અમલદારો અને રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. પૂજાના પિતા દિલીપ રાઓ ખેડકર મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિવૃત્ત અધિકારી છે. વંચિત બહુજન આખાડી (VBA) પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ 2024ના લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પૂજાની માતા ભલગાંવ ગામની સરપંચ છે. તેના દાદા પણ વરિષ્ઠ અમલદાર હતા.

આ પણ વાંચો : ‘નોકરીના ફોર્મ પર 18% GST, પેપર લીક, યુવાઓના નાણાં ડૂબ્યાં’ કેન્દ્ર પર ભડક્યા પ્રિયંકા ગાંધી


Google NewsGoogle News