Get The App

અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ છોડવું પડશે? દિલ્હી હાઈકોર્ટમાં વધુ એક અરજી થઈ દાખલ

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ છોડવું પડશે? દિલ્હી હાઈકોર્ટમાં વધુ એક અરજી થઈ દાખલ 1 - image


CM Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગને લઈને દિલ્હી હાઈકોર્ટમાં વધુ એક અરજી દાખલ થઈ છે. આ અરજી આમ આદમી પાર્ટીથી સસ્પેન્ડ કરાયેલા અને દિલ્હીના પૂર્વ મંત્રી સંદીપ કુમારે દાખલ કરી છે. સંદીપ કુમારને વર્ષ 2016માં કથિત સીડી કાંડ મામલે આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા. આ પહેલા હાઈકોર્ટે આ મુદ્દે બે જનહિત અરજીઓ પર વિચાર કરવાની ના પાડી હતી.

આમ આદમી પાર્ટીની સરકારના પૂર્વ મંત્રી સંદીપ કુમાર તરફથી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ અરજીમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ વોરંટ જાહેર કરવાનો દાવો કરાયો છે, જેમાં આરોપ લગાવાયો છે કે ઈડી તરફથી લિકર પૉલિસીમાં ધરપકડ બાદ તેઓ દિલ્હીના મુખ્યમંત્રી પદ સંભાળવામાં અસમર્થ થઈ ગયા છે.

અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સંદીપ કુમાર તરફથી દાખલ કરાયેલી અરજી પર 8 એપ્રિલ, 2024ના રોજ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની પીઠમાં સુનાવણી કરાશે. સુલ્તાનપુર માજરાના પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ, જેલમાં બંધ રહેતા કલમ 239AA (4), 167(B) અને (C) અને પેટા કલમની જોગવાઈઓ હેઠલ પોતાની બંધારણીય જવાબદારીઓ અને કાર્યો પૂર્ણ કરવામાં અસમર્થ છે.

અરજીમાં કહેવાયું છે કે, મુખ્યમંત્રી જેલમાં બંધ રહેતા ઉપરાજ્યપાલને બંધારણીય કલમ 167 (C) હેઠળ પોતાના બંધારણીય કર્તવ્યો અને કાર્યોનો પ્રયોગ કરવાથી રોકે છે, જે દિલ્હી અધિનિયમ, 1991ની કલમ 45 (C)ના સમાન છે અને તેના માટે આ કારણે પણ તેઓ પદ પર ના રહી શકે.


Google NewsGoogle News