‘ફિઝિકલ રિલેશનનો મતલબ યૌન શોષણ નથી...’, HCએ દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ છોડ્યો
Delhi High Court : દિલ્હી હાઈકોર્ટે POCSO એક્ટના કેસની સુનાવણી કરતા કહ્યું છે કે, સગીર પીડિતા સાથે શારીરિક સંબંધ શબ્દનો ઉપયોગ કરવાનો અર્થ જાતીય સતામણી ન હોઈ શકે. આ સાથે કોર્ટે POCSO કેસમાં એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયાધીશ પ્રતિભા એમ.સિંહ અને જસ્ટિસ અમિત શર્માની ખંડપીઠે ટ્રાયલ કોર્ટના આદેશથી આજીવન કેદની સજા કાપી રહેલા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યો છે. ખંડપીઠે ચુકાદામાં કહ્યું છે કે, તે સ્પષ્ટ નથી કે ટ્રાયલ કોર્ટ કેવી રીતે નિષ્કર્ષ પર આવી કે પીડિતાનું જાતીય શોષણ થયું હતું જ્યારે તેણી પોતે આરોપીની સાથે હતી.
‘માત્ર અનુમાનના આધારે આરોપો ન કરી શકાય’
કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શારીરિક સંબંધ અથવા 'સંબંધ'થી જાતીય હુમલો અને પછી જાતીય હુમલા સુધીની વાતને પુરાવા દ્વારા પુરવાર કરવી જોઈએ, માત્ર તેને અનુમાનના આધારે આરોપો ન કરી શકાય. કોર્ટે 23 ડિસેમ્બરે આપેલા ચુકાદામાં કહ્યું કે, પીડિતાની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તે હકીકતથી એવો નિષ્કર્ષ ન કાઢી શકાય કે, તેણી પર જાતીય હુમલો થયો હતો. પીડિતાએ સુનાવણી દરમિયાન 'શારીરિક સંબંધ' શબ્દ કહ્યો હતો, પરંતુ તેણે આ શબ્દનો ઉપયોગ કયા અર્થમાં કર્યો તે સ્પષ્ટ નથી.
આ પણ વાંચો : ફ્રોડ એપ્લીકેશનમાં ફસાયા ભારતીયો, 800 કરોડની છેતરપિંડી, રશિયન કંપનીનું કારસ્તાન
કોર્ટે શારીરિક સંબંધ અંગે કહી આ વાત
બેન્ચે એવું પણ કહ્યું કે, POCSO એક્ટની કલમ 3 અથવા IPCની કલમ 376 હેઠળ ગુનો સ્થાપિત કરવા માટે 'સંબંધ બાંધ્યા' શબ્દોનો ઉપયોગ પૂરતો નથી. જો કે આ એક્ટ હેઠળ છોકરી સગીર હોય તો સંમતિથી કોઈ ફરક પડતો નથી, પરંતુ 'શારીરિક સંબંધ' શબ્દને જાતીય સતામણી તો ઠીક, જાતીય સંભોગમાં પણ રૂપાંતરિત કરી શકાય નહીં. ખંડપીઠે કહ્યું હતું કે, અસ્પષ્ટ ચુકાદામાં સંપૂર્ણપણે કોઈ તર્કનો અભાવ છે અને આ બાબત દોષિત ઠેરવવા માટેના કોઈપણ તર્કનું સમર્થન કરતું નથી. આવા સંજોગોમાં નિર્ણયને બાજુ પર રાખવો યોગ્ય છે. અપીલકર્તાને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.
સગીરની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી
માર્ચ 2017માં સગીરાની માતાએ પોલીસને ફરિયાદ કરી હતી કે, તેની 14 વર્ષની પુત્રીને પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફસાવીને તેના ઘરેથી અપહરણ કરાયું હતું. સગીરા સગીર આરોપી સાથે ફરીદાબાદમાંથી મળી હતી. બાદમાં તેની ધરપકડ કરાઈ હતી. ડિસેમ્બર 2023માં આરોપીને ટ્રાયલ કોર્ટે IPC હેઠળ POCSO હેઠળ જાતીય હુમલાના ગુના માટે દોષિત જાહેર કર્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. પછી સગીરના સગાઓએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારી ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો : વૈષ્ણોદેવીમાં રોપ-વેનો વિરોધ: 120 કલાકથી રેસ્ટોરન્ટ-દુકાનો ઠપ, ભક્તો પરેશાન