વિપક્ષના ગઠબંધનનું નામ 'I.N.D.I.A.' કેમ રાખ્યું...?' કોંગ્રેસે દિલ્હી હાઇકોર્ટમાં આપ્યો જવાબ

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
વિપક્ષના ગઠબંધનનું નામ 'I.N.D.I.A.' કેમ રાખ્યું...?' કોંગ્રેસે દિલ્હી હાઇકોર્ટમાં આપ્યો જવાબ 1 - image


National News: કોંગ્રેસે સહયોગી પાર્ટી માટે 'I.N.D.I.A.' નામનો ઉપયોગ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં જવાબ આપ્યો હતો. કોંગ્રેસે આ અરજીને 'રાજકીય પ્રેરિત' ગણાવીને ફગાવી દેવાની માંગ કરી છે.

કોંગ્રેસે દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ આપ્યો

કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાબ આપતા કહ્યું કે અરજદાર અરજીનો મૂળ આધાર સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. અને આ અરજી માત્ર રાજનીતિથી પ્રેરિત નથી, પરંતુ તે રાજકીય વ્યૂહરચના બનાવવાના ઉદ્દેશ્યથી દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસે જવાબમાં વધુમાં કહ્યું છે કે અરજદારે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા હોવાની હકીકત જાણી જોઈને છુપાવી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ જવાબ ગિરીશ ભારદ્વાજ નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. આ અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે બે એપ્રિલે તમામ વિપક્ષી પાર્ટીઓને એક અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ભારદ્વાજે પોતાની અરજીમાં માંગ કરી છે કે વિપક્ષી પાર્ટીઓને 'I.N.D.I.A.' નામનો ઉપયોગ કરવાથી રોકવામાં આવે, કારણ કે આનાથી પાર્ટીઓ દેશના નામનો અયોગ્ય ફાયદો ઉઠાવી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટના કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે.

કોંગ્રેસે બીજું શું કહ્યું?

કોંગ્રેસે જવાબ દાખલ કરતી વખતે દાવો કર્યો હતો કે તે સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે આ અરજી દાખલ કરવાનો હેતુ તેની રાજકીય જોડાણને મજબૂત કરવાનો છે. અરજદાર કથિત રીતે ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવાથી થનાર નુકસાનના કોઈ પુરાવા આપવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે અરજદાર કાયદામાં એવી કોઈ જોગવાઈ બતાવી શક્યા નથી જે પાર્ટીઓને 'I.N.D.I.A.' નામ અપનાવતા રોકવામાં આવે. કૉંગ્રેસે કહ્યું કે આ અરજી બીજું કંઈ નથી પરંતુ કોર્ટને રાજકારણ અને ચૂંટણીના મામલામાં ફસાવવાનો દૂષિત અને વ્યર્થ પ્રયાસ છે.

શું છે સમગ્ર મામલો?

વિપક્ષી પાર્ટીઓએ ગયા વર્ષે જુલાઈમાં તેમના ગઠબંધનનું નામ I.N.D.I.A. એટલે કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ રાખવામાં આવ્યું હતું. આ પછી ગિરીશ ભારદ્વાજ નામની વ્યક્તિએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમણે માંગ કરી હતી કે કોર્ટ પાર્ટીઓને ઈન્ડિયા નામનો ઉપયોગ કરતા રોકવા માટે નિર્દેશ જાહેર કરે. આ સાથે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને આ રાજકીય પાર્ટી સામે કાર્યવાહી કરવાનો આદેશ આપો. ભારદ્વાજે કહ્યું કે દેશનું નામ રાખીને રાહુલ ગાંધીએ ખૂબ જ ચતુરાઈથી એ બતાવવાનો પ્રયાસ કર્યો કે ભાજપ અને વડપ્રધાન મોદીની લડાઈ આપણા દેશ વિરુદ્ધ છે. તેમણે દલીલ કરી હતી કે આનાથી ભ્રમણા ઉભી થઈ છે કે 2024ની લડાઈ રાજકીય પાર્ટીઓ અથવા ગઠબંધન અને આપણા દેશ વચ્ચે થશે. તેમણે એવી દલીલ પણ કરી હતી કે ગઠબંધનને દેશનું નામ આપવાથી નફરત વધી શકે છે અને રાજકીય હિંસાનો ભય છે.

વિપક્ષના ગઠબંધનનું નામ 'I.N.D.I.A.' કેમ રાખ્યું...?' કોંગ્રેસે દિલ્હી હાઇકોર્ટમાં આપ્યો જવાબ 2 - image


Google NewsGoogle News