LG વીકે સક્સેનાના નિર્ણયથી ભડકી દિલ્હી સરકાર, કહ્યું ‘...તો સુપ્રીમ કોર્ટ જઈશું’

સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર્સની સેવાઓ મુદ્દે લેફ્ટનન્ટ ગર્વનર અને દિલ્હી સરકાર વચ્ચે વિવાદ શરૂ

CDVની આજીવિકા પર સંકટ : એક તરફ બરખાસ્ત કરવાની, બીજીતરફ હોમગાર્ડ બનાવવાની વાત

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
LG વીકે સક્સેનાના નિર્ણયથી ભડકી દિલ્હી સરકાર, કહ્યું ‘...તો સુપ્રીમ કોર્ટ જઈશું’ 1 - image

નવી દિલ્હી, તા.27 ઓક્ટોબર-2023, શુક્રવાર

દિલ્હી સરકાર (Delhi Government) અને ઉપરાજ્યપાલ વી.કે.સક્સે (LG V.K.Saxena)ના વચ્ચે ફરી વિવાદ શરૂ થયો છે. સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર્સ (Civil Defense Volunteers - CDV)ની સેવાઓ મુદ્દે સક્સેનાના નિવેદન બાદ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં જવાની ચિમકી ઉચ્ચારી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ આજે (27 ઓક્ટોબર) લેફ્ટનન્ટ ગવર્નર (Lieutenant Governor)ના સચિવાલય તરફથી દાવો કરાયો છે કે, ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ 1 નવેમ્બરથી તમામ સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર્સની સેવાઓ સમાપ્ત કરવાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. જોકે ત્યારબાદ પીટીઆઈનું અન્ય એક અપડેટ પણ સામે આવ્યું છે, જેમાં સરકારી સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે, જો રાજ્યપાલે સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર્સને બરતરફ કર્યા તો ‘AAP’ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે.

સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર્સને બરખાસ્ત કરાશે કે હોમગાર્ડ બનાવાશે, મામલો ગુંચવાયો

વાસ્તવમાં ઉપરાજ્યપાલ સચિવાલયનો દાવો છે કે, એલજીએ એક નવેમ્બરથી તમામ CDVની સેવાઓ સમાપ્ત કરવાના મુખ્યમંત્રીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વિ.કે.સક્સેનાનું કહેવું છે કે, તેમને મુખ્યમંત્રીને પ્રસ્તાવ આપ્યો છે કે, CDV પર આજીવિકાનું સંકટ ન આવે, તેથી તેમને હોમગાર્ડ તરીકે તૈનાત કરવા પર વિચાર કરવામાં આવે... એલજી હોમગાર્ડની 10 હજાર જગ્યાઓ મંજૂર કરી ચુક્યા છે.

બીજી તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ નોંધ સામે આવી છે, જેમાં તેમને જણાવ્યું છે કે, તેમણે ઉપરાજ્યપાલને આપેલ પ્રસ્તાવમાં કહ્યું છે કે, જ્યાં સુધી હોમગાર્ડોની બસ માર્શલ તરીકે નિમણૂક ન થાય ત્યાં સુધી CDVને હટાવમાં ન આવે. આ નોંધમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીના ગૃહમંત્રી કૈલાશ ગેહલોત (Delhi Home Minister Kailash Gahlot)ને કહ્યું કે, CDVને હોમગાર્ડ તરીકે તૈનાત કરવામાં આવે. આમ કરવાથી તેમના અનુભવનો પણ ફાયદો ઉઠાવી શકાશે, તેમની આજીવિકા પર સંકટ પણ નહીં આવે, ઉપરાંત કાયદાકીય વાંધાઓ ઉઠાવાયા હતા, તેનું પણ નિરાકરણ આવશે.


Google NewsGoogle News