સરકાર મહિલાઓના એકાઉન્ટમાં જમા કરશે રૂપિયા એક હજાર ! કેજરીવાલ સરકારની મોટી જાહેરાત
Arvind Kejriwal Padyatra | દિલ્હી વિધાનસભા ચૂંટણીને 90 દિવસ જેટલો સમય બાકી છે. આવી સ્થિતિમાં પાછલા બે ટર્મથી દેશના પાટનગર દિલ્હી પર સત્તારૂઢ આમ આદમી પાર્ટી (આપ) હેટ્રિક મારવા તૈયારીઓ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત પદયાત્રાઓ કરી રહ્યા છે. આ દરમિયના અરવિંદ કેજરીવાલે મહિલાઓના એકાઉન્ટમાં એક હજાર રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી છે.
ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી
અરવિંદ કેજરીવાલે સોમવારે (4 નવેમ્બર) દિલ્હીના મોડલ ટાઉન અને તિમારપુર વિધાનસભા ક્ષેત્રમાં પદયાત્રા કરી હતી. આ દરમિયાન કેજરીવાલે લોકો સાથે વાત કરી અને આગામી સમયમાં સરકાર બનશે ત્યારે દિલ્હીમાં ઐતિહાસિક કામ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને અન્ય દિગ્ગજ આપ નેતાઓએ પણ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે તૈયારીઓ શરુ કરી છે.
કેજરીવાલે કરી મોટી જાહેરાત
પદયાત્રા દરમિયાન લોકોને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, 'હું છ મહિના જેલમાં હતો, તે સમયે એલજીનું શાસન હતું, જો ભાજપ અને એલજી ઇચ્છતા હોત તો છ મહિનામાં તમારા માટે સારું કામ કરી શક્યા હોત, પરંતુ તેમણે તમારા કામ રોકવા સિવાય કંઈ કર્યું નથી. હવે ચિંતા કરશો નહીં, હું આવી ગયો છું, તમારા રસ્તાઓનું બાંધકામ શરુ થઈ ગયું છે, ગટરોની સફાઈ શરુ થવા જઈ રહી છે, જ્યાં ગંદુ પાણી આવતું હતું ત્યાં સ્વચ્છ પાણી આવવાનું શરુ થઈ ગયું છે. આજે મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો આવ્યા છે, હું જલ્દી જ તમારા એકાઉન્ટમાં 1000-1000 રૂપિયા જમા કરાવવાની વ્યવસ્થા કરી રહ્યો છું.'
આ પણ વાંચોઃ CM સિદ્ધારમૈયાનું ટેન્શન વધ્યું, 5000 કરોડના મુડા કૌભાંડમાં હાજર થવા લોકાયુક્તનું સમન્સ