VIDEO : દિલ્હીના મુખર્જી નગરમાં 3 માળની ઈમારતમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 14 ગાડીઓ પહોંચી

મુખરજી નગર વિસ્તારમાં ગર્લ્સ પીજી હોસ્ટેલમાં આગ લાગી

ફાયર બ્રિગેડની કુલ 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
VIDEO : દિલ્હીના મુખર્જી નગરમાં 3 માળની ઈમારતમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 14 ગાડીઓ પહોંચી 1 - image

નવી દિલ્હી, તા.27 સપ્ટેમ્બર-2023, બુધવાર

દિલ્હી (Delhi Fire)ના મુખરજી નગર (Mukherjee Nagar) વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો મળ્યા છે. અહીં ગર્લ્સ પીજી હોસ્ટેલ (Girls PG Hostel)માં આગ લાગી છે. આગ લાગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ છે, ઉપરાંત પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે. મળતા અહેવાલો મુજબ ફાયર બ્રિગેડની કુલ 15 ગાડીઓ ઘટનાસ્થળે આગ પર કાબુ મેળવવા પ્રયાસો કરી રહી છે. હાલ આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.


Google NewsGoogle News