Get The App

Delhi Excise Policy: સમીર મહેન્દ્રુને રાહત, દિલ્હીની કોર્ટે 14 દિવસના વચગાળાના જામીન આપ્યા

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
Delhi Excise Policy: સમીર મહેન્દ્રુને રાહત, દિલ્હીની કોર્ટે 14 દિવસના વચગાળાના જામીન આપ્યા 1 - image

- સમીર મહેન્દ્રુએ પોતાની પત્નીની મેડિકલ ગ્રાઉન્ડનો હવાલો આપતા કોર્ટમાં વચગાળાના જામીન આપવાની અપીલ કરી હતી

નવી દિલ્હી, તા. 06 જાન્યુઆરી 2024, શનિવાર

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ (Rouse avenue court)એ સાઉથ ગ્રુપ સાથે જોડાયેલા લિકર બિઝનેસમેન સમીર મહેન્દ્રુ (Sameer Mahendru)ને મોટી રાહત આપી છે. તેમણે તપાસ એજન્સીને મની લોન્ડરિંગ મામલે મહેન્દ્રને 14 દિવસ માટે વચગાળાના જામીન પર છોડવા માટે કહ્યું છે. લિકર બિઝનેસમેન સમીર મહેન્દ્રુએ પોતાની પત્નીની મેડિકલ ગ્રાઉન્ડનો હવાલો આપતા કોર્ટમાં વચગાળાના જામીન આપવાની અપીલ કરી હતી.

પહેલા વખત દિલ્હીમાં દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગનો ખુલાસો થયા બાદ સમીર મહેન્દ્રુ ચર્ચામાં આવ્યો હતો. તેઓ દેશના લિકરના ચર્ચિત બિઝનેસમેનમાંથી એક છે. સમીર મહેન્દ્રુ ઈન્ડો સ્પિરિટ કંપનીના ડાયરેક્ટર જનરલ છે. સમીર મહેન્દ્રુ 10 વર્ષ પહેલા અન્ય એક કેસમાં સીબીઆઈના સાક્ષી પણ રહી ચૂક્યા હતા. તેમણે દિલ્હી સ્ટેટ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશના અધિકારીઓ વિરુદ્ધ સીબીઆઈ સમક્ષ જુબાની આપી હતી. તેનું નામ દિલ્હી દારૂ કૌભાંડમાં પણ સામે આવ્યું છે. તેઓ સાઉથ ગ્રૂપ સાથે પણ સંકળાયેલા છે.

CBIએ સમીર પર લગાવ્યા હતા આ આરોપ

સમીર મહેન્દ્રુને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. CBIએ તેમના પર આરોપ લગાવ્યો છે કે સમીર મહેન્દ્રુએ જ સિસોદિયાના નજીકના વ્યક્તિ દિનેશ અરોરાની કંપની રાધા ઈન્ડસ્ટ્રીઝને એક કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી. મનીષ સિસોદિયાના નજીકના દિનેશ અરોરાની પાસે એક મેનેજમેન્ટ કંપની છે. મહેન્દ્રુ પર એવો પણ આરોપ છે કે, દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સિસોદિયાના નજીકના અર્જુન પાંડેએ પણ તેમની પાસેથી પૈસા લીધા હતા. અર્જુન પાંડેએ સમીર મહેન્દ્રુ અને તેના એક મિત્ર પાસેથી અંદાજે 2 થી 4 કરોડ રૂપિયા લીધા હતા. દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા અધિકારીઓને પૈસા આપ્યા હતા.


Google NewsGoogle News