AAP સાંસદ સંજય સિંહને મોટો ઝટકો, લિકર કૌભાંડ મામલે જામીન અરજી ફગાવી દેવાઈ
દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે અરજી ફગાવી
liquor policy case | લિકર પોલિસી કૌભાંડ મામલે જેલમાં કેદ આપ સાંસદ સંજય સિંહને નવા વર્ષની પહેલાં જ મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે દિલ્હીની કોર્ટે આપ સાંસદની જામીન અરજી ફગાવી દીધી હતી. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ તરફથી લિકર કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન અરજી ફગાવાઈ હતી.
નવા વર્ષની શરૂઆત જેલમાં થશે!
અગાઉ ગુરુવારે એટલે કે 21 ડિસેમ્બરે દિલ્હીની કોર્ટે સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 10 જાન્યુઆરી સુધી વધારી દીધી હતી. આ રીતે હવે આપ નેતાના નવા વર્ષની શરૂઆત પણ જેલમાં જ થશે.