Delhi Excise Policy Case: AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
Delhi Excise Policy Case: AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી 1 - image


Image Source: Twitter

- દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં AAP નેતા સંજય સિંહની મની લોન્ડરિંગના આરોપમાં EDએ ધરપકડ કરી હતી

નવી દિલ્હી, તા. 02 ડિસેમ્બર 2023, શનિવાર

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે (Delhi Excise Policy Case) EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટ (Rouse Avenue Court)માં ચાર્જશીટ (Chargesheet) દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ 60 પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ નેતા સંજય સિંહની ઓક્ટોબર 2023માં EDએ કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ત્યારથી સંજય સિંહ તિહાર જેલમાં બંધ છે. તેમણે જામીન માટે રાઉઝ એવેન્યુ કોર્ટ, દિલ્હી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અરજી દાખલ કરી પરંતુ હજુ સુધી તેમને સફળતા નથી મળી.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને 24 નવેમ્બર 2023ના રોજ રાઉઝ એવેન્યુ કોર્ટે નિરાશ કરતા તેમની ન્યાયિક કસ્ટડી 4 ડિસેમ્બર સુધી વધારી દીધી હતી.

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં AAP નેતા સંજય સિંહની મની લોન્ડરિંગના આરોપમાં EDએ ધરપકડ કરી હતી. 24 નવેમ્બરે EDએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે, આ મામલે ટૂંક સમયમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. EDના વકીલની માંગ પર દિલ્હી કોર્ટે સંજય સિંહની કસ્ટડી 4 ડિસેમ્બર સુધી વધારી દીધી. કોર્ટે EDને પૂછ્યું હતું કે ચાર્જશીટ ક્યારે દાખલ કરવામાં આવશે. EDના વકીલે કહ્યું હતું કે 1 અથવા 2 ડિસેમ્બર 2023 સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી તે પ્રમાણે આગળ વધારી શકાય છે. કોર્ટે EDને કહ્યું હતું કે 60 દિવસ પૂરા થવાના છે.


Google NewsGoogle News