Get The App

કેજરીવાલ નિર્દોષ સાબિત નથી થયા, માત્ર વચગાળાના જામીન મળ્યા છે : ભાજપ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
BJP statement on CM Kejriwal Bail
Image : IANS

BJP on CM Kejriwal Bail: સુપ્રીમકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત લિકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં વચગાળાના જામીન આપી દીધા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી ત્રણ જજોની મોટી બેન્ચને મોકલી દીધો હતો અને કેસની સુનાવણી ન પતે ત્યાં સુધી કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા. 

ભાજપે આપી પ્રતિક્રિયા 

કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળવાને જ્યાં આપ તેની મોટી જીત માની રહી છે ત્યાં ભાજપે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.   ભાજપે કહ્યું કે કેજરીવાલને માત્ર વચગાળાના જામીન મળ્યાં છે, તેમની સામેના કેસ પાછા ખેંચી લેવાયા નથી. ભાજપના નેતા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે વચગાળાના જામીનનો અર્થ એ નથી કે તમારી સામેના કેસ પાછા ખેંચી તમને અપરાધમુક્ત કરી દેવાયા છે. કેજરીવાલે જે રીતે લિકર પોલિસીમાં કૌભાંડ કર્યું છે, ચોરી કરી છે એ જ રીતે આગામી સ્કેમ વીજ બિલનું છે જેમાં દિલ્હીની પ્રજાને લૂંટવાનું કાવતરું ઘડાયું છે.

ED, CBI પાસે પૂરતા પુરાવા છે - આર.પી સિંહ 

સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા બાદ ભાજપના નેતા આર.પી. સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે પરંતુ કેસને ફગાવી દેવામાં આવ્યો નથી. કેજરીવાલ સામે કેસ આગળ વધશે. ED, CBI પાસે પુરાવા છે અને પુરાવાના આધારે કેસ ચલાવવામાં આવશે.

આ પણ વાંચો : લિકર કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી કેજરીવાલને મોટી રાહત

સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું?

સુનાવણી દરમિયાન SCએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ 90 દિવસથી વધુ સમયથી જેલમાં છે. તે ચૂંટાયેલા નેતા છે અને તે કેજરીવાલ પર જ નિર્ભર છે કે તે આ પદ પર ચાલુ રહેવા માંગે છે કે નહીં. કોર્ટે વધુમાં કહ્યું કે કોર્ટ કેજરીવાલને તેમની ધરપકડના કારણે પદ પરથી હટી જવાનો નિર્દેશ આપી શકે નહીં, તે નિર્ણય કેજરીવાલે જાતે કરવાનો રહેશે.

કેજરીવાલ નિર્દોષ સાબિત નથી થયા, માત્ર વચગાળાના જામીન મળ્યા છે : ભાજપ 2 - image


Google NewsGoogle News