Delhi Excise Policy Case: AAP સાંસદ સંજય સિંહ સુપ્રીમના શરણે, જાણો શું છે માંગ

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
Delhi Excise Policy Case: AAP સાંસદ સંજય સિંહ સુપ્રીમના શરણે, જાણો શું છે માંગ 1 - image


Image Source: Twitter

- EDએ 4 ઓક્ટોબરના રોજ સંજય સિંહની લાંબી પૂછપરછ અને તેમના આવાસ પર દરોડા બાદ ધરપકડ કરી હતી

નવી દિલ્હી, તા. 03 નવેમ્બર 2023, શુક્રવાર 

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સંજય સિંહે પોતાની ધરપકડને નિય વિરુદ્ધ ગણાવી છે. અને તેને લઈને તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સંજય સિંહ દિલ્હી હાઈકોર્ટના એ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે જેમાં દિલ્હી એક્સાઈઝ પોલીસી મામલે તેમની ધરપકડ અને ED રિમાન્ડને પડકારતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.

દિલ્હી હાઈકોર્ટે એવું કહીને તેમની અરજી ફગાવી દીધી હતી કે આરોપીના અધિકારો અને રાજ્યના હિતને બેલેન્સ કરવાની તેમની જવાબદારી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, કોર્ટ તમામ કેસોને કાયદાના ચશ્માથી જુએ છે અને રાજકીય સબંધ અથવા પૂર્વાગ્રહથી પ્રભાવિત નથી થતી. 

હાઈકોર્ટે કહ્યું હતું કે, કાયદાના આધારે જ ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સી પર રાજનીતિના આધાર પર કામ કરવાનો આરોપ ન લગાવી શકાય. EDએ 4 ઓક્ટોબરના રોજ સંજય સિંહની લાંબી પૂછપરછ અને તેમના આવાસ પર દરોડા બાદ ધરપકડ કરી હતી. 


Google NewsGoogle News