Get The App

Delhi Excise Policy Case: જામીન માટે AAP નેતા સંજય સિંહ હાઈકોર્ટના શરણે, અરજી દાખલ કરી

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
Delhi Excise Policy Case: જામીન માટે AAP નેતા સંજય સિંહ હાઈકોર્ટના શરણે, અરજી દાખલ કરી 1 - image


Image Source: Twitter

- આપ નેતા સંજય સિંહની EDએ 4 ઓક્ટોબર 2023ના રોજ ધરપકડ કરી હતી

નવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી 2024, ગુરૂવાર

Sanjay Singh Bail Plea: આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સબંધિત મની લોન્ડરિંગ મામલે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે જેલમાં બંધ AAP નેતા સંજય સિંહે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે રાઉઝ એવન્યુ કોર્ટના જામીન અરજી ફગાવી દેવાના નિર્ણયને પડકાર્યો છે. આપ નેતા સંજય સિંહની EDએ 4 ઓક્ટોબર 2023ના રોજ ધરપકડ કરી હતી.

સંજય સિંહે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પણ જામીન અરજી દાખલ કરી હતી પરંતુ તે ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે 22 ડિસેમ્બર 2023ના રોજ જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે આ જ કેસમાં AAP નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી પણ લંબાવી હતી. સંજય સિંહ 13 ઓક્ટોબરથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ગત મહિને કોર્ટે તેની કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાવી હતી. ત્યારબાદ જ તેમણે જામીન અરજી દાખલ કરી છે.


Google NewsGoogle News