VIDEO: કેજરીવાલની કાર પર હુમલો! AAPનો ભાજપ નેતા પર મોટો આરોપ, પોલીસે જણાવી સમગ્ર ઘટના
Attack on Arvind Kejriwal: આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલાં હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. AAP દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે. કેજરીવાલને કાળા ઝંડા બતાવવામાં આવ્યા અને બાદમાં તેમની પર પથ્થરમારો કરવામાં આવ્યો.
કેજરીવાલ પર ઈંટ-પથ્થરથી કરાયો હુમલો?
આમ આદમી પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરીને કહ્યું, 'ભાજપ હારના ડરથી ભાન ભૂલી ગઈ છે. ભાજપે પોતાના ગુંડાને અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવ્યો છે. ભાજપ ઉમેદવાદ પ્રવેશ વર્માએ ગુંડાઓને ચૂંટણી પ્રચાર સમયે અરવિંદ કેજરીવાલ પર ઈંટ-પથ્થરથી હુમલો કરી તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ પ્રચાર ન કરી શકે. ભાજપ વાળાઓ... તમારા આ કાયરતાપૂર્વક હુમલાથી કેજરીવાલ ડરવાના નથી, દિલ્હીની જનતા તમને વળતો જવાબ આપશે.'
આ પણ વાંચોઃ 'બિહારમાં થયેલી જાતિગત વસ્તી ગણતરી નકલી', રાહુલ ગાંધીનો નીતિશ કુમાર પર મોટો પ્રહાર
ભાજપનો વળતો પ્રહાર
આ દરમિયાન ભાજપે વળતો પ્રહાર કર્યો છે. નવી દિલ્હી વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું કે, 'કેજરીવાલની કાળા રંગની કાર અમારા કાર્યકર્તાઓને કચડીને ગઈ છે. અમારા એક કાર્યકર્તાનો પગ તૂટી ગયો છે અને હું તેના ખબર-અંતર લેવા લેડી હાર્ડિંગ જઈ રહ્યો છું. છેલ્લાં 11 વર્ષથી દિલ્હીમાં જે સરકાર ચાલી રહી છે, તેણે દિલ્હીમાં ન ફક્ત ભ્રષ્ટાચાર ફેલાવ્યો, પરંતુ દિલ્હીને બર્બાદ પણ કરી દીધી. આજે હું દેશવાસીઓ અને દિલ્હીવાસીઓને અપીલ કરૂ છું કે, તમારે દિલ્હીને બચાવવાની છે, 11 વર્ષમાં યમુના ન ફક્ત ગંદી થઈ છે, પરંતુ ગટર જેવી બની ગઈ છે.
આ પણ વાંચોઃ સૈફ પર હુમલા મામલે જીશાન સિદ્દીકીએ કહ્યું- 'આવી ઘટનાઓને સાંપ્રદાયિક રંગ આપવો યોગ્ય નહીં'
પોલીસે હુમલાનો કર્યો ઈનકાર
કેજરીવાલ પર હુમલાને લઈને દિલ્હી પોલીસે કહ્યું કે, તેમના પર કોઈ હુમલો નથી થયો. લાલ બહાદુર સદનમાં અરવિંદ કેજરીવાલની એક પબ્લિક મીટિંગ હતી. જેમાં ભાજપના અમુક સવાલ પૂછવા આવ્યા હતાં. આ દરમિયાન બંને તરફથી નારાબાજી થઈ. પોલીસે બંનેને દૂર કરી દીધા હતાં.