Get The App

Delhi Election Result: કોંગ્રેસની '0'ની હેટ્રીક! જોકે એક ગુડ ન્યૂઝ પણ મળી

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
congress


Delhi Election Result: દેશની રાજધાની દિલ્હીમાં જે પાર્ટીએ સૌથી વધુ સમય શાસન કર્યું હતું, તેને કદાચ દિલ્હીના લોકો આજે સાવ ભૂલી જ ગયા છે. દિલ્હીમાં 15 વર્ષ સુધી સતત શાસન કરનાર કોંગ્રેસ પાર્ટી આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં એક પણ બેઠક પોતાના નામે નથી કરી શકી. આજના ચૂંટણી પરિણામની હરીફાઈ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીમિત રહી.

કોંગ્રેસ સતત ત્રીજી ચૂંટણીમાં શૂન્ય પર આઉટ

ભારતીય જનતા પાર્ટીને 27 વર્ષ બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મળી છે. 12:30 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 47 બેઠક પર આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી 23 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી સતત ત્રીજી ચૂંટણીમાં શૂન્ય પર આઉટ થઈ છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો એક પણ બેઠક પર આગળ નથી. 

કોંગ્રેસ માટે એક સારા સમાચાર

જો કે કોંગ્રેસ માટે એક સારા સમાચાર પણ છે. કોંગ્રેસની વોટ ટકાવારીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના વોટ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં લગભગ 3 ટકા વધુ વોટ મળ્યા હોય તેમ લાગે છે.

વર્ષ 2020 નહોતું ખુલ્યું ખાતું 

વર્ષ 2020માં દિલ્હીમાં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાલત ખરાબ હતી. પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી. તેની વોટ ટકાવારી પણ માત્ર 4.26% હતી. 2015માં પણ કોંગ્રેસે તમામ 70 બેઠક પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ બેઠક જીતી શકી ન હતી. ત્યારે પણ વોટ શેર પણ માત્ર 9.7% હતો.

લોકસભા ચૂંટણીમાં પણ ન મળ્યો ફાયદો 

કોંગ્રેસે દેશભરમાં લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો. પાર્ટીએ ભાજપને જોરદાર ટક્કર આપી હતી. જો કે દિલ્હીની તમામ સાત બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો હતો. પરંતુ 18% લોકોએ રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમાં છતાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો નથી.

Delhi Election Result: કોંગ્રેસની '0'ની હેટ્રીક! જોકે એક ગુડ ન્યૂઝ પણ મળી 2 - image


Google NewsGoogle News