Get The App

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ ઃ આપ અને ભાજપ વચ્ચે ટક્કર

દિલ્હીના ૧૧ જિલ્લાઓમાં રચાયેલા ૧૯ મત ગણતરી કેન્દ્રો પર સવારે ૮ વાગ્યે મત ગણતરી શરૃ થશે

૫૦૦૦ કર્મચારીઓ અને ૧૦૦૦૦ પોલીસ જવાનોની નિમણૂક

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૭દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ ઃ આપ અને ભાજપ વચ્ચે ટક્કર 1 - image

દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી આવતીકાલે કરવામાં આવશે. આપ ચોથી વખત સત્તામાં આવશે કે ૨૬ વર્ષ પછી ભાજપ ફરી સત્તા સંભાળશે તે અંગનો નિર્ણય આવતીકાલે થશે.

છેલ્લી બે વખતની ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનારી કોંગ્રેસને આ વખતે કેટલીક બેઠકો મળવાની આશા છે.

દિલ્હીના ૧૧ જિલ્લાઓમાં રચાયેલા ૧૯ મત ગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે ૮ વાગ્યે મત ગણતરી શરૃ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અનેક એક્ઝિટ પોલમાં ભાજપને સત્તા મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આપ ૨૦૧૫થી દિલ્હીમાં સત્તા પર છે.

ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર પાંચ ફેબુ્રઆરીએ થયેલ ચૂંટણીમાં ૬૦.૫૪ ટકા મતદાન થયું હતું.

દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવે દાવો કર્યો છે કે તેમના પક્ષને ૫૦ બેઠકો મળશે. બીજી તરફ આપએ એક્ઝિટ પોલના અંદાજોને ફગાવ્યા છે અને દાવો કર્યો છે કે દિલ્હીમાં ફરી એક વખત આપની સરકાર બનશે.

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી એલિસ વાઝના જણાવ્યા અનુસાર આવતીકાલની મત ગણતરી માટે કાઉન્ટિંગ સુપરવાઇઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, માઇક્રો ઓબઝર્વર, સપોર્ટિંગ સ્ટાફ સહિત ૫૦૦૦ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.

૧૦૦૦૦ પોલીસ જવાનોની મદદથી થ્રી ટાયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક મતદાન કેન્દ્રમાં અર્ધલશ્કરી દળોની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. મતદાન કેન્દ્રમાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

 


Google NewsGoogle News