દિલ્હીમાં AAP ની વધી મુશ્કેલીઃ મુખ્યમંત્રી આતિશી સામે FIR દાખલ, આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ
FIR File Against Delhi CM Atishi: દિલ્હીમાં ચૂંટણીના કારણે રાજકીય તાપમાન ગરમાયેલું છે. આ દરમિયાન મુખ્યમંત્રી આતિશી પર આચાર સંહિતાના ઉલ્લંઘનમાં FIR નોંધાઈ છે. આચાર સંહિતાના આરોપમાં રિટર્નિંગ ઓફિસરે મુખ્યમંત્રી આતિશી સામે FIR દાખલ કરી છે. આ સાથે જ આતિશી પર એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેઓએ ખાનગી કાર્યાલય માટે સરકારી વાહનનો ઉપયોગ કર્યો.
આ પણ વાંચોઃ દિલ્હીની વાત : રમેશ બિધુડી દિલ્હી વિધાનસભા ચૂંટણીનો મુદ્દો બની ગયા
આતિશી સામે FIR દાખલ
આતિશી સામે દાખલ કરાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, ચૂંટણીની જાહેરાત બાદ 7 જાન્યુઆરીએ આશરે 2:30 વાગ્યે PWD નું સરકારી વાહન, ખાનગી ચૂંટણી કાર્યાલય પર પાર્ટીના ચૂંટણી સાથે જોડાયેલા કામ માટે ઉપયોગમાં લેવાયું હતું. આતિશીની વિધાનસભા બેઠક કાલકાજીના રહેવાસી કે.એસ દુગ્ગલે ગોવિંદપુરી SHO ને પણ ફરિયાદ કરી છે. કાલકાજીથી ધારાસભ્ય આતિશીને આ હાઇ-પ્રોફાઇલ બેઠક માટે ફરીથી ટિકિટ આપવામાં આવી છે. વળી ભાજપે પણ પૂર્વ સાંસદ રમેશ બિધૂડીને કાલકાજીથી મેદાને ઉતાર્યા છે.
5 ફેબ્રુઆરીએ થશે મતદાન
નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર એક તબક્કામાં 5 જાન્યુઆરીએ મતદાન થશે અને 8 જાન્યુઆરીએ પરિણામ આવશે. સત્તાધારી આમ આદમી પાર્ટીએ 2015માં 67 બેઠક અને 2020ની ચૂંટણીમાં 62 બેઠકો સાથે જીત હાંસલ કરી હતી. આ વખતે પણ કેજરીવાલે રાજધાનીમાં હેટ્રિક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ચૂંટણીપંચ અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કુલ 1.55 કરોડથી વધારે મતદાતા છે. જેમાં પુરૂષ મતદાતાઓની સંખ્યા 83,49,645 અને 71,73,952 મહિલા મતદાતાઓ છે. વળી થર્ડ જેન્ડરની વાત કરીએ તો તેમની સંખ્યા 1261 છે.